Abhayam News
Abhayam

2027ના વર્લ્ડકપમાં એક ટીમ 12 વર્ષ બાદ તો અન્ય ટીમ 24 વર્ષ બાદ વર્લ્ડકપ રમશે

2027 world cup

2027ના વર્લ્ડકપમાં એક ટીમ 12 વર્ષ બાદ તો અન્ય ટીમ 24 વર્ષ બાદ વર્લ્ડકપ રમશે ઝિમ્બાબ્વેમાં 2027માં 50-ઓવરના ક્રિકેટ વર્લ્ડ કપના સહ-યજમાન તરીકે ઝિમ્બાબ્વેની કન્ફોર્મ થયા બાદ ઝિમ્બાબ્વેમાં ક્રિકેટમાં ખુશીનો માહોલ છવાયો છે. અને તેની સાથે સાથી દેશો સાઉથ આફ્રિકા અને નામિબિયા છે. ઑક્ટોબર નવેમ્બર 2027માં, નામિબિયા ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાની સાથે પહેલીવાર મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ છેલ્લે 2003માં ઈવેન્ટનું આયોજન કર્યું હતું.

ICC ODI રેન્કિંગમાં ટોચની આઠ ટીમો સાથે સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે (સહ-યજમાન) સીધા ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે, જ્યારે બાકીના ચાર સ્થાનો 2026 ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે. તેમ છતાં નામિબિયા તેમના ઈતિહાસમાં પ્રથમ વખત ટુર્નામેન્ટનું સહ-યજમાન બનશે, 2027 ICC ક્રિકેટ વર્લ્ડ કપ દર 4 વર્ષે રમયા છે, વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ વર્લ્ડ કપની 14મી સિઝન હશે.

2027ના વર્લ્ડકપમાં એક ટીમ 12 વર્ષ બાદ તો અન્ય ટીમ 24 વર્ષ બાદ વર્લ્ડકપ રમશે

આ ત્રણ ટીમ સાથે મળીને યજમાની તો કરી રહ્યા છે. ત્યારે ત્રણેય ટીમનું પ્રદર્શન જોઈએ તો. 3માંથી એક પણ ટીમે હજુ સુધી વર્લ્ડકપ જીત્યો નથી. સાઉથ આફ્રિકાની વાત કરીએ તો તે 2023માં વર્લ્ડકપમાં તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

ઝિમ્બાબ્વે હજુ સુધી વર્લ્ડ કપ જીત્યો નથી

ઝિમ્બાબ્વેની ટીમ ભારતમાં ચાલી રહેલા ODI વર્લ્ડ કપ પણ રમી શકી નથી. વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર-6 રાઉન્ડની મેચમાં ઝિમ્બાબ્વેને સ્કોટલેન્ડે 31 રને પરાજય આપ્યો હતો. આ સાથે ટીમ વર્લ્ડકપ માંથી બહાર થઈ ગઈ હતી.પ્રથમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 1975માં ઈંગ્લેન્ડમાં રમાયો હતો. ભારતીય ટીમે 1983માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ઝિમ્બાબ્વે હજુ સુધી વર્લ્ડ કપ જીત્યો નથી. ત્યારે 2027માં યજમાની કરી રહી છે ત્યારે ટીમ જીતશે કે નહિ તે ટીમ પર નિર્ભર રહેશે

2027 world cup

ઝિમ્બાબ્વેની વર્લ્ડકપ સફર હજુ સુધી ગ્રુપ સ્ટેજ સુધી જ છે

વર્લ્ડ કપ 1975થી શરુ થયો છે. જો આપણે ઝિમ્બાબ્વેની વર્લ્ડકપની વાત કરીએ તો આ ટીમ 2 વર્લ્ડ કપમાં આઈસીસીના સભ્ય ન હોવાને કારણે ભાગ ન હતી. 1983 થી 1987 સુધી ગ્રુપ સ્ટેજમાં પહોંચી હતી. ત્યારબાદ 1992 થી 1996 ગ્રુપ સ્ટેજમાં પહોંચી હતી. 1999.2003 સુપર સિક્સના રાઉન્ડમાં પહોંચી હતી. 2007,2011,2015માં ઝિમ્બાબ્વે ટીમ ફરી ગ્રુપ સ્ટેજમાં પહોંચી હતી. પરંતુ 2019 અને 2023 સુધી ટીમ ગ્રુપ સ્ટેજમાં પહોંચી શકી નથી.

હવે આ ટીમ 2027માં વર્લ્ડકપની યજમાની કરી રહી છે એ પણ અન્ય ટીમ સાથે મળીને ત્યારે જોવાનું રહેશે કે, ટીમ વર્લ્ડકપ જીતશે કે કેમ. ઝિમ્બાબ્વે 12 વર્ષ બાદ વર્લ્ડકપ રમશે. જ્યારે નામિબિયા 24 વર્ષ બાદ વર્લ્ડ કપ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે અલકા લાંબાને સોંપી મોટી જવાબદારી

Vivek Radadiya

મોટી રાહત :-કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની તારીખ લંબાવી દીધી..

Abhayam

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતનું સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

Vivek Radadiya