ટીમ ઇન્ડિયા ટેન્શનમાં ભારતીય ટીમે ICC વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 6 મેચમાં જીત મેળવી છે. ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું તેમ છતાં, ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે.
- ICC વર્લ્ડ કપમાં ભારતનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન
- ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું
- 6 જીત મેળવી તેમ છતાં ભારતીય ટીમનું ટેન્શન વધ્યું
ટીમ ઇન્ડિયા ટેન્શનમાં
ભારતીય ટીમે ICC વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 6 મેચમાં જીત મેળવી છે. ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી લીઘી છે. રોહિત શર્માની સ્ક્વેડે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડશે નહીંતર પરેશાની વધી શકે છે. ICC વર્લ્ડ કપમાં ભારત સિવાય તમામ 9 ટીમોએ હારનો સ્વાદ ચાખ્યો છે. ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું તેમ છતાં, ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે.
જીત્યા પછી પણ ટેંશન
ભારતીય ટીમે અત્યાર સુધી પાંચ મેચમાં જીત મેળવી છે અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે, અફઘાનિસ્તાનને 8 વિકેટે, પાકિસ્તાનને 7 વિકેટે, બાંગ્લાદેશને 7 વિકેટે અને ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. વર્લ્ડ કપ 2023માં પહેલી વાર ભારતીય ટીમ માત્ર 229 રન સુધી જ પહોંચી શકે છે. આગામી મેચમાં ભારતીય ટીમ પહેલા બેટીંગ કરે અને હાઈ સ્કોર નહીં કરી શકે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.
બેટ્સમેનોને હાઈ સ્કોર લક્ષ્ય આપવામાં આવ્યો નથી
ઓસ્ટ્રેલિયા માત્ર 199 રન, પાકિસ્તાન 191 રન, બાંગ્લાદેશની ટીમ 256 રન જ કરી શકી હતી. અફઘાનિસ્તાનની ટીમે 272 રન અને ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 273 રન કરી શકી હતી. ભારત ઈંગ્લેન્ડ સામેની મેચમાં 300 રન પણ કરી શકી નથી. ટોપ 4માં સાઉથ આફ્રિકાએ આ પ્રકારે ચાર વાર કર્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આ પ્રકારે 4 વાર કરી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.