50 વર્ષે પણ દેખાશો યંગ અને હેલ્ધી હંમેશા જવાન રહેવા માટે હેલ્ધી કે એન્ટી-એજિંગ ડાયેટ લો, રેગ્યુલર એક્સરસાઈઝ કરો અને સ્કિનને નુકસાન પહોંચાડતી ગંદી આદતોથી દૂર રહો. હંમેશા જવાન રહેવાની આજ એક સારી રીત છે. પરંતુ આના માટે હંમેશા ડેડિકેશનની જરૂર પડશે. વૈજ્ઞાનિકો અનુસાર સ્કીનને હંમેશા સ્વસ્થ્ય રાખવા માટે વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, હાઈડ્રેટ, ફ્રી રેડિકલ્સથી મુક્તિ અને સ્ટ્રેસ રહિત જીવન જરૂરી છે. 50 વર્ષે પણ દેખાશો યંગ અને હેલ્ધી
હેલ્ધી ડાયેટ
એન્ટી એજિંગ ડાયેટનો મતલબ એવી ડાયેટ છે જેમાં ફાઈબર, વિટામિન સી, રેટિનોલ અને એન્ટીઓક્સીડેન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે. તેના માટે જરૂરી છે કે તમે નિયમિત રીતે પોતાની ડાયેટનો 90 ટકા ભાગ પ્લાંટ બેસ્ટ રાખો.
આ સિઝનના દરેક શાકભાજી જેવા કે કેપ્સીકમ, પાલક, બીંસ, ફૂલાવર, લીલા વટાણા વગેરેને પોતાની ડાયેટમાં નિયમિત રીતે શામેલ કરો. તેમાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામિન સી અને કેરોટીનાએડ્સ મળી આવે છે. આ બધા ઈમ્યૂનિટીને બૂસ્ટ કરી ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે જેનાથી સ્કિન હંમેશા જવાન રહે છે.
એન્ટી-એજિંગ ફૂડ્સ
પોતાની ડાયેટમાં નિયમિત રૂતે ફળોનું સેવન પણ જરૂરી છે. તેના માટે દરરોજ વિટામિન-સીથી ભરપૂર ફળ ખાઓ. બેરીઝ ફેમેલી ફ્રૂટ્સ જેવા કે પપૈયા, સાઈટ્રસ ફ્રૂટ, જાંબુ વગેરે. આ ફળોમાં એન્થોસાયનિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેમાં સ્કિનને જવા રાખવાની ક્ષમતા હોય છે. આ સ્કિનને ફ્રી રેડિકલ્સ અને તેનાથી થતા ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે.
સીડ્સ અને નટ્સ
એવા સીડ્સ જેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને હેલ્ધી ફેટ હોય છે તે પણ એન્ટી-એજિંગ ડાયેટ છે. તેના માટે પંપકિન સીડ્સ, ચિયા સીડ્સ, અખરોટ, પિસ્તા, બદામ, કાજુ વગેરેનું નિયમિત રીતે સેવન કરો. આ ફૂડમાં ફ્રી રેડિકલ્સને દૂર કરવાની ક્ષમતા હોય છે. જે સ્કિનને જવાન રાખવામાં મદદ કરે છે.
રેગ્યુલર એક્સરસાઈઝ
જો તમે હેલ્ધી ડાયેટ લઈ રહ્યા છો પરંતુ રેગ્યુલર એક્સરસાઈઝ નથી કરી રહ્યા તો તેનો કોઈ ફાયદો નથી. જોકે રેગ્યુલર એક્સરસાઈઝનો મતલબ એ નથી કે તમે જીમમાં જાઓ પરંતુ જાતે બ્રિસ્ક એક્સરસાઈઝ કરી શકો છો. તેના માટે બસ નિયમિત રીતે વોક કે રનિંગ કરો, સાયક્લિંગ કરો, સ્વિમિંગ કરો, રોજ યોગ અને મેડિટેશન કરવાથી શરીરમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં રહે. સ્ટ્રેસના કારણે પણ સ્કીન ખરાબ થાય છે.
ખરાબ આદતોથી બચો
તમે હેલ્ધી ડાયેટ પણ લઈ રહ્યા છો અને રેગ્યુલર એક્સરસાઈઝ પણ કરી રહ્યા છો પરંતુ રિગરેટની ખરાબ આદત છે કે દારૂ પીવાની ખરાબ આદત છે તો તે તમને નુકસાન કરી શકે છે. આમ કરવાથી સ્કિન અને શરીરના ઘણા અંગોના ખરાબ થવાનો ખતરો વધી જાય છે. માટે સિગરેટ, દારૂને હાથ પણ ન લગાવો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે….