Abhayam News
AbhayamBusinessGujaratPolitics

ઈન્દ્રમણિ પાંડે બિમ્સટેક મહાસચિવ: BIMSTECના મહાસચિવ અને તેમની મોટી જવાબદારીઓ”

UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ ઈન્દ્રમણિ પાંડે બિમ્સટેક BIMSTECનાં નવા મહાસચિવ બનશે. તેઓ પહેલા ભારતીય રાજદ્વારી છે જેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે  ઈન્દ્રમણિ પાંડે બિમ્સટેક BIMSTECનાં નવા મહાસચિવ બનશે. તેઓ પહેલા ભારતીય રાજદ્વારી છે જેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં તેઓ UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ છે

કોણ છે ઈન્દ્રમણિ પાંડે?
ઈન્દ્રમણિ પાંડે 1990 બેચનાં ભારતી સેવા ઓફિસર (IFS) છે. તેઓ દેશનાં બુદ્ધિશાળી બ્યૂરોક્રેટ્સમાંનાં એક છે. હાલમાં તેઓ જિનેવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સાત દેશોનાં સમૂહ BIMSTECનાં મહાસચિવ નિયુક્ત થનારા ઈન્દ્રમણિ પાંડે પહેલાં ભારતીય હશે.

બિમ્સટેક શું છે?
બિમ્સટેક એટલે કે બે ઑફ બેંગાલ ઈનિશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન. આ 7 દેશોનું એક સંગઠન છે જેમાં દક્ષિણ એશિયાનાં 5 દેશ ભારત-બાંગ્લાદેશ- ભૂટાન-નેપાળ-શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં 2 દેશો મ્યાંમાર – થાઈલેન્ડ શામેલ છે. વર્ષ 1997માં આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. BIMSTECનું સચિવાલય બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે.

બિમ્સટેકની સ્થાપના પાછળનો હેતુ
બિમ્સટેકની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેનો મુખ્ય ઉદેશ્ય આ દેશોની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો અને સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ સાથે જ ઈકોનોમિક કોપરેશનમાં સુધાર લાવવાનો પણ હેતુ હતો.

ભારત માટે આ સંગઠન કઈ રીતે મહત્વપૂર્ણ?
બિમ્સટેક દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાને તેમજ હિમાલય-બંગાળની ખાળી જોડે છે. ભારત ઘણાં સમયથી નેબરગુડ ફર્સ્ટ અને એક્સ ઈસ્ટ પોલિસીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમજ હાલમાં જે રીતે ચીનની આક્રમકતા વધી રહી છે તેવી પરિસ્થિતિમાં ભારતને બિમ્સટેકમાં મહાસચિવ જેવો મોટો હોદો પ્રાપ્ત થવું એ મોટી વાત છે. તેનાથી દેશને ઘણાં લાભ પહોંચી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-શહીદ જવાનોના પરિવાર માટે દેવાણી પરિવારે પુત્રના લગ્નમાં 1 લાખ દાન આપ્યું…

Abhayam

વાઈબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો થઈ શકે છે

Vivek Radadiya

બોલર્સની એક ભૂલને કારણે લાગશે 5 રનની પેનલ્ટી

Vivek Radadiya