Abhayam News
Abhayam

સુરત પાસના અલ્પેશ કથીરીયા પર હુમલો:: હુમલો કોણે અને કેમ કર્યો, વીડિયો વાયરલ

પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા પર હુમલો થયો છે. રીક્ષા ચાલકે હુમલો કર્યો છે. અલ્પેશ કથીરીયા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બબાલ થઈ. રીક્ષા ચાલકને સરખી રીતે ચલાવવા કહેતા બબાલ થઈ. રીક્ષા ચાલકે દંડો વડા હુમલો કરતા અલ્પેશને ઇજા થઇ છે.

અલ્પેશ કથીરિયા પર ધોળે દિવસે અસામાજિક તત્વોનો હુમલો- જુઓ વિડીયો

ખાનગી હોસ્પિટલમાં અલ્પેશ ને દાખલ કરવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઇ.પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો થયો હોવાની ઘટના અંગે જાણ થઈ છે.

આજે સવારે તેઓ કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં નજીકની વ્યક્તિને હોસ્પિટલમાં મળવા માટે જઈ રહ્યા હતા તે સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે એક રિક્ષાચાલકને રિક્ષા વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા રિક્ષા ડ્રાઈવરે અલ્પેશ કથીરિયાને લાકડાના ત્રણ ફટકા માર્યા હતા. જેના પછી ત્યાં ટોળું એકઠું થતા રિક્ષાચાલક ત્યાંથી ભાગી ગયો હતો

અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા
સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા.

સુરતમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતાં રિક્ષાચાલકે ઉશ્કેરાઈ PAAS નેતાને  લાકડાના ફટકા માર્યા, પકડવા પ્રયાસ કર્યો, પણ ભાગી ગયો | In Surat, a rickshaw  puller ...

અલ્પેશ કથીરિયા બાઈક પર સવાર હતા અને તેની આગળ રિક્ષાચાલક રિક્ષા ચલાવી રહ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચાલવતા રિક્ષાચાલકને અલ્પેશ કથેરિયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે ચલાવ. રિક્ષાચાલકે કહ્યું કે ઊભો રહે, એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને ત્રણ ઘા માર્યા હતા. એને લઈને અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ હતી.

પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા પર હુમલો થયો છે. રીક્ષા ચાલકે હુમલો કર્યો છે. અલ્પેશ કથીરીયા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બબાલ થઈ. રીક્ષા ચાલકને સરખી રીતે ચલાવવા કહેતા બબાલ થઈ.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેને ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

attack on PAAS leader Alpesh Katharia - સુરત પાસ નેતા લ્પેશ કથરીયા પર થયો  હુમલો – News18 Gujarati

કાપોદ્રા પોલીસ દ્વારા રીક્ષા કબજે કરી અસામાજિક તત્વો ની શોધખોળ હાથ ધરી છે અને આ ઘટનામાં કોઈને ઇજા ન થઈ હોવાની જાણકારી સામે આવી છે. વરાછા રોડ પર ખુલ્લેઆમ દાદાગીરી કરતા રીક્ષા ચાલકોનો ત્રાસ દિવસે દિવસે વધતો જઈ રહ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે હવે પોલીસ આ સામાજિક તત્વો બનીને ફરતા રીક્ષા ચાલકો સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Related posts

રોકાણકાર માટે શરૂ કરવામાં આવી શાનદાર સુવિધા 

Vivek Radadiya

પહેલી 10 ઓવરમા જ મેચનું ભવિષ્ય નક્કી થઈ જશે 

Vivek Radadiya

વીગન ડાયટ શું છે? 

Vivek Radadiya