
દેશના જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે 58 વર્ષની વયે નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ રાજુને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે તમામ પ્રયાસો કર્યા, ઘણી વખત તેની તબિયતમાં સુધારો પણ થયો પરંતુ આજે તે જીવનની લડાઈ હારી ગયા.
1993 થી દેશભરમાં કોમેડી પિરસતા રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ગત 10 ઓગસ્ટથી તેઓ કાર્ડિયાક એરેસ્ટ આવવાને કારણે હોસ્પિટલમાં ભરતી હતી. જ્યાં લાંબી સારવાર બાદ તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમનો જીવન-મરણ વચ્ચેનો સંઘર્ષ બહુ લાંબો ચાલ્યો, અને અંતે તેઓ આ જંગ હારી ગયા. લગભગ 30 વર્ષોની સફરમાં રાજુ શ્રીવાસ્તવે કોમેડીની નવી પરિભાષા આપી હતી. રાજુએ અનેક શો કર્યા હતા, તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. તો તેમના સ્ટેજ શોમા લોકો હસી હસીને પાગલ થઈ જતા હતા. પરંતુ તેમને જીવનના અંતમ સફરમાં અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાયો હતો. આવુ કેમ થયુ હતું તે જાણીએ.

જીમમાં વર્કઆઉટ દરમિયાન બીમાર પડ્યા હતા રાજુ શ્રીવાસ્તવ::
તમને જણાવી દઈએ કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી હતી. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેનું નિધન થયું છે.58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 80ના દાયકાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ હતા. વર્ષ 2005માં સ્ટેન્ડ-અપ રિયાલિટી કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં ભાગ લીધા પછી લોકો તેને જાણવા લાગ્યા હતા. રાજુ શ્રીવાસ્તવે મૈંને પ્યાર કિયા, બાઝીગર અને આમદાની અથની ખર્ચા રૂપૈયા સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતુ.
વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા. કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજૂ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું.જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક લોકો ભીની આંખે રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.રાજુની કોમેડીના મોટા નેતાઓ પણ દિવાના હતા

રાજુ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનને આદર્શ માનતા હતા અને તેમનો અવાજ ગમે છે. પરિવારે બિગ બીની ઓફિસમાં ફોન કરીને રાજુની તબિયત અંગે માહિતી આપી હતી. બિગ બીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે અમિતાભ રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય.
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ હતું, તેઓ પોતે કવિ છે અને બલાઈ કાકા તરીકે જાણીતા છે. રાજુને પણ તેમના પિતા પાસેથી પ્રતિભા મળી. તેઓ નાનપણથી જ સારી મિમિક્રી કરતો હતો. રાજુએ નાનપણથી જ કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા માટે રાજુ શ્રીવાસ્તવે ઘણા સ્ટેજ શો, ટીવી શોમાં કામ કર્યું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, રાજુ શ્રીવાસ્તવ પોતાના દરેક સ્ટેજ શો માટે 4થી 5 લાખ રૂપિયા જેટલી ફી લે છે.
રાજુ સાથે જાહેરાત, હોસ્ટિંગ અને ફિલ્મોમાંથી પણ રાજુ શ્રીવાસ્તવ કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, રાજુ શ્રીવાસ્તવની ટોટલ નેટવર્થ 20 કરોડ રૂપિયા છે. તે સાથે રાજુ શ્રીવાસ્તવની પાસે આલીશાન ઘર પણ છે. તેમના ઘરમાં તમામ સુવિધાઓ છે. તે સાથે તેમની પાસે કાનપુરમાં પણ પોતાનું ઘર છે.
રાજુ શ્રીવાસ્તવ લક્ઝરી કારના પણ શોખીન છે. તેમની પાસે કારનું સારું કલેક્શન છે. તેમના કારના કાફલામાં ઈનોવા, BMW 3ની કિંમત 46.86 લાખ રૂપિયા છે અને ઓડી Q7ની કિંમત 82.48 લાખ રૂપિયા છે.
રાજુના અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન 1 જુલાઈ 1993ના રોજ શિખા શ્રીવાસ્તવ સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. પુત્રનું નામ આયુષ્માન શ્રીવાસ્તવ અને પુત્રીનું નામ અંતરા શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ દર મહિને લગભગ 10 લાખ સુધી કમાય છે. રાજુ શ્રીવાસ્તવ લગભગ 15થી 20 કરોડની સંપત્તિના માલિક છે.
58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. તેમણે 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો. તેમણે 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. તેમને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. તેઓ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયા હતા. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યા હતા. ટીવીની વાત કરીએ તો તેમણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો.
.