ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી ગઈ છે.
છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલના ફોર્મને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. દરમિયાનમાં એશિયા કપ (Asia Cup)માં શાનદાર પ્રદર્શન કરનારા વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને એવી માગ ઉઠવા લાગી હતી કે, ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup)માં તેની પાસે ઓપનિંગ કરાવવી જોઈએ. જોકે, તેના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું તદ્દન અલગ માનવું છે.
કેપ્ટન રોહિતે ઓસ્ટ્રેલિયા (India vs Australia T-20 Series) સામે ત્રણ ટી-20 મેચોની સીરિઝ પહેલા થયેલી પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, કોહલી તેની સાથે ઈનિંગ્સની શરૂઆત કરવાનો એક વિકલ્પ છે. તે સાથે જ તેણે સ્પષ્ટ કર્યું કે, ટી-20 વર્લ્ડ કપમાં કેએલ રાહુલ (KL Rahul) જ તેની સાથે ઓપનિંગ કરશે. મીડિયા સાથે વાત કરતા રોહિતે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ બધા ખેલાડીઓની ભૂમિકાને લઈને સ્પષ્ટ છે.
સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે? વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં1 રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ તે એટલું સરળ નહીં હોય. મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી બેટિંગ ફોર્સ છે. કોહલી ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો બેટ્સમેન છે. જ્યારે તે મિડલ ઓર્ડરમાં રમે છે ત્યારે આખી ટીમ તેની આસપાસ રમે છે.
ભારતીય કેપ્ટને હળવા અંદાજમાં કહ્યું કે, ‘જો તમે છેલ્લા બે-ત્રણ વર્ષના તેના પ્રદર્શન પર ધ્યાન આપશો તે ઘણું સારું રહ્યું છે. હું બધાને એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે, આ અંગે અમારો સ્પષ્ટ મત છે અને બહાર કઈ ખિચડી પકાવાઈ રહી છે, અમે તે સારી રીતે જાણીએ છીએ.’
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા પાસે ઓપનિંગમાં ઘણા વિકલ્પો હશે. રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડા જેવા બેટ્સમેન ઓપનિંગના દાવેદાર હશે. જોકે, T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે. આ ટીમ ઈન્ડિયાની મુખ્ય ઓપનિંગ જોડી હશે.
ઓસ્ટ્રેલિયાની સામે સીરિઝ પછી ભારત ત્રણ મેચોની સીરિઝ માટે સાઉથ આફ્રિકાની યજમાની કરશે અને તે પછી ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. રોહિતે આ મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામે એશિયા કપમાં કોહલીની સદી સંદર્ભે કહ્યું કે, ‘રાહુલ ભાઈ (મુખ્ય કોચ રાહુલ દ્રવિડ) અને મારી વાત થઈ કે, આપણે કેટલીક મેચોમાં વિરાટ પાસે ઓપનિંગ કરાવવું જોઈએ, કેમકે તે આપણો ત્રીજો ઓપનર બેટ્સમેન છે. ગત મેચમાં આપણે જોયું કે, ઓપનર બેટ્સમેન તરીકે તેણે શું કર્યું અને અમે તેના એ પ્રદર્શનથી ઘણા ખુશ છીએ.’