Abhayam News
AbhayamNews

રાજકોટના કોન્સ્ટેબલ સામે મહિલા કોન્સ્ટેબલની છેડતીની ફરિયાદ…

રાશિદ બશીર શેખ નામનો પોલીસકર્મી ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો છે. તે રાજકોટની રામનાથપરા પોલીસ લાઈનમાં રહે છે. પોલીસ કોન્સ્ટેબલ રાશિદના મકાનમાંથી મંગળવારના રોજ એક મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવી હતી.

ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવી ત્યારે તેને કોન્સ્ટેબલ રાશિદ સામે રાજકોટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.

મહિલા કોન્સ્ટેબલ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેને રાશિદની સામે આક્ષેપ કર્યો છે કે, રાશિદ તેને ફોન કરીને જાતીય સતામણી કરતો હતો. આ ઉપરાંત કોન્સ્ટેબલ પર બદનામ કરવાની ધમકી આપવાના પણ આક્ષેપો થયા છે.

આ ઘટના બાબતે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI જોશીએ જણાવ્યું હતું કે, આ પોલીસ કોન્સ્ટેબલ રાશિદ અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના કેસમાં પણ સંડોવાયેલો હતો. આ ઘટનાની જાણ ટ્રાફિક વિભાગના SPને થતા તેમને તાત્કાલિક રાશિદ સામે કાર્યવાહી કરી તેની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખી હતી.

મહિલા કોન્સ્ટેબલની ફરિયાદને લઇને પોલીસકર્મી રાશિદની સામે રાજકોટ એ ડીવીઝન પોલીસે IPCની કલમ 354 (A) (D) અને 506 (2) મુજબનો ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદ પોલીસ કોન્સ્ટેબલ રાશિદની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, મહિલા કોન્સ્ટેબલ અને રાશિદ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેના જ કારણે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. રાશિદે કચેરીમાંથી મહિલા કોન્સ્ટેબલનો નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ તે અવાર નવાર મહિલા કોન્સ્ટેબલને ફોન કરીને હેરાન કરતો હતો.

એવી પણ માહિતી મળી રહી છે કે, પોલીસ કોન્સ્ટેબલ રાશિદ મહિલા કોન્સ્ટેબલની ઈચ્છા વિરુદ્ધ તેને મળવાનો પ્રયાસ કરતો હતો. તે મહિલા કોન્સ્ટેબલનો અવાર નવાર પીછો કરતો હતો અને તે મહિલાને ધમકાવતો હતો કે, જો તું તો મારી સાથે વાત નહીં કરે તો હું તને સમાજમાં અને સ્ટાફની અંદર બદનામ કરી નાખીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

44 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરશે કમબેક આ એક્ટ્રેસ

Vivek Radadiya

ગુજરાત કેડરના બે IPS અધિકારીની CBIમાં નિમણૂક

Vivek Radadiya

પરિવારનાં લોકો સાથે યશે મુલાકાત કરી 

Vivek Radadiya

2 comments

Comments are closed.