Abhayam News
AbhayamNational Heroes

જુઓ વીડિયો :-ભારે બરફવર્ષામાં જવાનોએ દેખાડી ગજબની સ્ફૂર્તિ…

જમ્મુ કાશ્મીરમાં આજકાલ ભારે બરફવર્ષા અને ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે. સરહદની ચોકી કરી રહેલા ભારતીય જવાનોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સરહદીય સુરક્ષા દળ (BSF)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં BSFના બે જવાનો બરફમાં કસરત કરી રહેલા દેખાય છે.

આવી વિષય પરિસ્થિતિમાં પણ પોતાની જાતને ફીટ રાખવાની તેમની ટેવ જોઈને લોકો આફરીન થયા છે. પહેલી ક્લિપમાં એક જવાન બર્ફીલી જમીન પર એક હાથથી પુશઅપ્સ કરી રહ્યો છે તો બીજો જવાન 40 સેકન્ડમાં 47 પુશઅપ્સ કરી રહેલો જોઈ શકાય છે.

આવી ઠંડીમાં કસરત કરતો જવાનોનો વીડિયો જોઈને લોકો આફરીન થયા હતા અને તેમની હિંમતના ભારોભાર વખાણ કર્યાં હતા. 

આ પહેલા ભારતીય સેનાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જવાનો બર્ફીલી પહાડીઓ પર ઉઘાડા ડીલે વર્કઆઉટ કરી રહેલા દેખાતા હતા.

આ ક્લિપને આઈપીએસ અધિકારીએ શેર કરતા લખ્યું કે બર્ફીલી ઠંડી એ વીરોનું શું બગાડી લેવાની હતી, જેમના હૃદયમાં જોશનો અગ્નિ ભભકી રહ્યો છે અને નસોમાં ગરમ લાવા વહી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ પાસવર્ડ 1 સેકન્ડમાં ક્રેક થઈ જાય છે

Vivek Radadiya

જાણો કેમ મનાવવામાં આવે છે વિજય દિવસ

Vivek Radadiya

હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે ટ્રક ડ્રાઇવર્સ?

Vivek Radadiya