હેડ ક્લાર્ક ભરતીકૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંહ યાદવ અને મહેશભાઈ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.
મહેશભાઈ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણાં કર્યાં હતાં. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં. ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યાં હતાં.
મહેશભાઈ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણાં કર્યાં હતાં. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં.
ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યાં હતાં. મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે અસિત વોરાના રાજીનામાની માગ સાથે અમે આમરણાંત ઉપવાસ પર ઊતર્યા હતા. ભાજપની આંદોલન તોડવાની નીતિ રહી છે અને એ રીતે પંજાબમાં પણ ખેડૂતોએ એક વર્ષ સુધી આંદોલન કર્યું છતાં નેતાઓએ કોઈ ધ્યાન ન આપ્યું. આમ આદમી પાર્ટીના યુથ વિંગના નેતા યુવરાજસિંહ અને પાલક દીકરીઓએ અમને કહ્યું હતું કે જો તમે જીવશો તો આ આંદોલન કરીને આગળ યુવાનોનો અવાજ ઉઠાવી શકશો.
આ આંદોલન કરવું હવે તમારું કામ નથી, એવું યુવરાજસિંહે અમને કહ્યું હતું. યુવાનો આંદોલન ચલાવે, જેથી આજે પારણાં કરી દેવામાં આવ્યાં છે. હવે આગામી દિવસોમાં યુવરાજસિંહ સહિતના યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે. જ્યાં સુધી અસિત વોરા પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જંપીને બેસવાની નથી. હવે નેતાઓ અને યુવાનો આંદોલન કરશે.
આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ સવાણી અને ગુલાબસિંહ યાદવ છેલ્લા એક સપ્તાહથી આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતાં. આ દરમિયાન મહેશભાઈ સવાણીની તબિયત લથડી હતી.
તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ તેમને ઉપવાસ તોડવા માટે સલાહ આપી હતી, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ હતા. દીકરીઓ અને સામાજિક આગેવાનોની સમજાવટ બાદ તેઓ ઉપવાસ તોડવા તૈયાર થયા છે.
આ અંગે SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અમે માત્ર મહેશભાઈ, અમારા સમાજના અગ્રણી હોવાથી તેમની પાસે આવ્યા હતા. અમે એક સંસ્થા સાથે જોડાયેલા છીએ. સરકાર ચાહે કોઈપણ પક્ષની હોય, વિદ્યાર્થીઓ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને અમે લડાઈમાં સમર્થન આપીશું.
ઉપવાસ પર બેસેલા મહેશભાઈ સવાણીની તબિયત લથડતાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા, ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિક માલવિયાએ મહેશ સવાણીની મુલાકાત લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
3 comments
Comments are closed.