Abhayam News
Abhayam

હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ

Harsh Sanghvi did the launch

હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ દિવાળી ટાણે ગાંધીનગર એસટી ડેપોને સરકાર દ્વારા મોટી ગિફ્ટ મળી છે. આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી હસ્તે 25 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ

દિવાળી ટાણે ગાંધીનગર એસટી ડેપોને સરકાર દ્વારા મોટી ગિફ્ટ મળી છે. આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી હસ્તે 25 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આજે ગાંધીનગરમાં નવી બસોના લોકાર્પણ સમારોહનનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ દરમિયાન રાજ્યા સરકારના મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોને 25 નવી બસો આપી હતી, આ 25 નવી બસો હવે રૉડ પર દોડતી દેખાશે. ખાસ વાત છે કે, રાજ્ય સરકાર ગુજરાતના વાહન વ્યવહાર વિભાગને વધુ સરળ અને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે, આ વર્ષે કુલ 855 નવી એસટી બસો એસટી વિભાગને સોંપવામાં આવી ચૂકી છે. 

ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારદારોની દિવાળી સુધરી, 30 ટકાનો વધારો મળશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.  આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીશ્રીઓ જોડાયા હતા.  આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય….

Abhayam

મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે પાટીદાર સમાજની બેઠક

Vivek Radadiya

સુરતમાં બુટલેગરના લગ્નમાં ‘ખાખી મહેમાન’..

Abhayam