Abhayam News
AbhayamNews

નાઇટ કર્ફ્યૂ અને ગણેશોત્સવ લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય….

ગુજરાત સરકારે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતિની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરાયો છે. 31 જુલાઈથી નાઇટ કર્ફ્યૂના સમયમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે 31 જુલાઈથી રાત્રે 11 વાગ્યાથી કર્ફ્યૂનો અમલ થશે.

અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં હતો, પરંતુ 20 જુલાઈથી આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ રાત્રિ કર્ફ્યૂ તા.31 જુલાઇ-2021થી દરરોજ રાત્રે 11 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

ગણેશોત્સવને લઈને પણ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. આ વર્ષે ગણેશોત્સવ ઉજવી શકાશે. પરંતુ 4 ફૂટની ગણપતિ બાપ્પાની પ્રતિમા સાથે ગણેશોત્સવની ઉજવણી કરવાની રહેશે. તેનાથી મોટી મૂર્તિની સ્થાપના કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોનાની સ્થિતિને કારણે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી નહોતી.

– રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 10:00 કલાક સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહીં, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

– રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના 12:00 કલાક સુધી ચાલુ રાખી શકશે.

– આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 400 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

– તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.

– શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

– પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સીનનો પ્રથમ ડોઝ લીધેલો હોય તે અનિવાર્ય રહેશે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હવે પોલીસની દાદાગીરી સામે પણ થઇ શકશે ફરિયાદ

Vivek Radadiya

X બનશે ડેટિંગ એપ એલન મસ્કની મોટી તૈયારી

Vivek Radadiya

આ રીતે થઈ ફોર્ચ્યુનની શરૂઆત

Vivek Radadiya