Abhayam News
Abhayam

મશીને આ શું કરી નાખ્યું?

મશીને આ શું કરી નાખ્યું? દક્ષિણ કોરિયામાં, એક માણસને કથિત રીતે રોબોટ દ્વારા કચડી નાખવામાં આવ્યો છે. યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રોબોટે માણસ અને શાકભાજીના બોક્સને સમજવામાં ગફલત કરી દીધી હતી. જેના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યાની ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે કે ટેસ્ટિંગ દરમિયાન રોબોટની કથિત કામગીરી નિષ્ફળ જતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ઘટના એવી છે કે આ વ્યક્તિ આશરે 40 જેટલા રોબોટિક્સની કંપનીના કાર્યકર તરીકે ઓળખાય છે જે દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં કૃષિ પેદાશોના વિતરણ કેન્દ્રમાં કામ કરતો હતો. આ ઔદ્યોગિક રોબોટ કેપ્સિકમથી ભરેલા બોક્સ ઉપાડીને એક પેલેટ પર મૂકી રહ્યો હતો. જે દરમિયાન કોઈ ખામી સર્જાઈ હતી.

મશીને આ શું કરી નાખ્યું?

ઘટના એવી બની કે લગભગ રોબોટમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેણે વ્યક્તિને શાકભાજીના કન્ટેનર તરીકે ઓળખી લીધો હતો. અહેવાલો અનુસાર, રોબોટ વ્યક્તિને શાકભાજીનું બોક્સ સમજી લીધું હતું, કારણ કે તે બોક્સને હેન્ડલ કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને રોબોટે મૃતકને કન્વેયર બેલ્ટથી પકડી લીધો હતો.

અહેવાલ મુજબ, રોબોટિક હાથે માણસના શરીરના ઉપલા ભાગને કન્વેયર બેલ્ટથી નીચે ધકેલી દીધો, તેના ચહેરા અને છાતીને કચડી નાખ્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મરીના સોર્ટિંગ પ્લાન્ટમાં ટેસ્ટિંગ કરતા પહેલા વ્યક્તિ રોબોટના સેન્સર ચેક કરી રહ્યો હતો. આ વ્યક્તિને રોબોટના સેન્સરમાં સમસ્યાઓની તપાસ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો, જે બે દિવસ પહેલા ધ્યાનમાં આવી હતી.

અહેવાલો અનુસાર ગંભીર રીતે ઘાયલ થયેલા શખ્સને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેનું મૃત્યુ થયું હતું. હવે તપાસમાં કેસનો ખુલાસો થઈ શકે છે.

આ વર્ષે દક્ષિણ કોરિયામાં આ પ્રકારનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્ચમાં, ઓટોમોબાઈલ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતી વખતે રોબોટના કારણે ફસાઈ જવાથી 50 વર્ષીય દક્ષિણ કોરિયન માણસને ગંભીર ઈજાઓ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

બોગસ પાનકાર્ડ બનાવવાનું સોફ્ટવેર વેચનારા આરોપી આસામ અને બેંગાલુરૂથી ઝડપાયા

Vivek Radadiya

UGCએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી

Vivek Radadiya

ડુમસ બીચ લોકો માટે બંધ અને ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો માટે ખુલો….

Abhayam