Abhayam News
AbhayamNews

Citizenship Amendment Act Rules નિયમ-કાયદા બનાવવામાં વધુ વિલંબ 6 મહિનાનો માંગ્યો સમય…

ગૃહ મંત્રાલયએ નાગરિકતા સંશોધન કાયદાના નિયમ બનાવવા માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદ ને આ વાતની જાણકારી આપી. મંત્રાલયે રાજ્યસભા અને લોકસભા ની સમિતિઓ પાસે 9 જાન્યુઆરી, 2022 સુધીનો સમય માંગ્યો છે. CAA પાકિસ્તાન , બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માં લઘુમતી અને ઉત્પીડનનો શિકાર બનેલા હિન્દુ, પારસી, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવાની મંજૂરી આપે છે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પૂછ્યું હતું કે, CAAના નિયમોને અધિસુચિત કરવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે કે નહીં. તેઓએ તારીખ નક્કી ન થઈ હોવાની સ્થિતિમાં મંત્રાલય પાસે તેનું કારણ પણ પૂછ્યું હતું. તેની પર ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે CAAને 12 ડિસેમ્બર, 2019ના રોજ અધિસૂચિત કરવામાં આવ્યું હતું અને તે 10 જાન્યુઆરી, 2020ના રોજથી પ્રભાવમાં આવી ગયું હતું.

પોતાના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો, 2019ના નિયમોને નક્કી કરવા માટે લોકસભા અને રાજ્યસભાની સમિતિઓ સમક્ષ 09.01.2022 સુધીનો સમય માંગવાની વિનંતી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાયદા પર 12 ડિસેમ્બર, 2019ના રોજ સહમતિ વ્યક્ત કરી હતી. CAA સામે આવ્યા બાદ મોટાપાયે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. દેશની અનેક વિપક્ષી પાર્ટીઓ અને સમૂહોએ કાયદાને લાગુ કરવા સામે વિરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન

Vivek Radadiya

અશ્વિની વૈષ્ણવે iPhone પર કહી મોટી વાત

Vivek Radadiya

કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અને ખાનગી માણસ લાંચ લેતા ઝડપાયા

Vivek Radadiya