- આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે
- સિંગતેલ અને કપાસિયા, પામોલિન તેલમાં ફરી ભાવ વધારો થયો
રાજકોટથી તહેવારો પહેલા ગૃહિણી માટે માઠા સમાચાર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા, પામોલિન તેલમાં ફરી ભાવ વધારો થયો છે. 6 દિવસમાં 25 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. તો સિંગતેલ (sing tel price) નો ડબ્બો 2465 રૂપિયા હતો, તે વધીને 2490 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલ (Kapasiya Tel) ના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા હતો, તે વધીને 2440 રૂપિયા થયો છે. તો પામોલીન તેલનો ડબ્બો 1965 રૂપિયાનો હતો, તે વધીને 2010 રૂપિયા પર પહોંચી ગયો છે.

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

સિંગતેલ અને કપાસિયા, પામોલિન તેલમાં ફરી ભાવ વધારો થયો છે. 6 દિવસમાં 25 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. તો સિંગતેલ (sing tel price) નો ડબ્બો 2465 રૂપિયા હતો, તે વધીને 2490 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલ (Kapasiya Tel) ના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા હતો, તે વધીને 2440 રૂપિયા થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…