આ આઠ કલાકારોમાં અભિનેત્રી કામિની પટેલ, અભિનેત્રી જ્યોતિ શર્મા, અભિનેત્રી ફાલ્ગુની રાવલ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્દર્શક શાની કુમાર, કિશોર કાકા ફેમ સ્મિત પંડ્યા, ફિલ્મ નિર્માતા હેતલ ઠક્કર, અભિનેત્રી મમતા સોની, નાટ્યકલાકાર અને અભિનેતા પ્રશાંત બારોટ અને ફિલ્મ અભિનેત્રી ભક્તિ કુબાવતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

ગુજરાતી ફિલ્મોની સાથે જોડાયેલા આઠ જેટલા લોકકલાકારોએ ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ ધારણ કર્યો છે.

ભાજપમાં જોડાવવા બાબતે કિશોર કાકા ફેમ સ્મિત પંડ્યાએ જણાવ્યું હતું કે, તમામ કલાકારો વિકાસની સાથે છે. કારણ કે વિકાસ એ બધાની જરૂરીયાત છે. તે કોણ કરી શકે? આ એક માત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરી શકે.

કારણ કે તેમનું વિઝન બ્રોડ છે. એટલા માટે હું તો દરેકને કહુ છું કે જોડાવ અને વિકાસ એટલે ભાજપની સાથે જોડાવ.

અભિનેત્રી ભક્તિ કુબાવત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આજે આપણે જ્યાં પણ જઈ રહ્યા છીએ ત્યાં આજુ-બાજુના બહારના પ્રોડક્ટને આજે આપણે તિરસ્કારી રહ્યા છીએ.
તેનું એક જ કારણ છે કે ભારતનું ઇન્ડસ્ટ્રીઝ આગળ વધે, લોકો આગળ વધે અને ભારત નંબર વન બને. આજે ભાજપની સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે.

ફિલ્મ નિર્માતા હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકારની ફિલ્મ માટેની નીતિઓ છે ખાસ કરીને 2016 પછી ફિલ્મોને પ્રોત્સાહિત કરવાની વાત કરવામાં આવી અને ગુજરાતી ફિલ્મો જે રીતે પ્રોત્સાહિત થઇ તેમાં સરકારનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. અમે ક્યાંકને ક્યાંક ભાજપ અને સરકાર માટે કામ કરતા હતા.
એટલે કે ભાજપ સાથે જોડાયેલા જ હતા. પણ આજે અમે કલાકારોએ વિધિવત રીતે સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા.

અભિનેત્રી જ્યોતિશર્માએ જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાનું સૌથી મોટું કારણ એ છે કે, ભાજપે અમારા ફિલ્મ ઉદ્યોગમેં મોટું પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રોત્સાહન સબસીડીના માધ્યમથી આપ્યું છે.
સબસીડી આપવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે, ફિલ્મ A ગ્રેડની હોય તો 80%, B ગ્રેડની હોય તો 25% અને C ગ્રેડની હોય તો 10% રીફંડ મળે છે. જેથી ફિલ્મ નિર્માતા વધારેમાં વધારે ફિલ્મોમાં ઇન્વેસ્ટ કરી શકે છે. એટલે આ બધું જોઈને હું ભાજપમાં જોડાઈ છું અને આગળ પણ જોડાતી રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…