‘રાણીબા’ સાથે 6 આરોપીઓ જેલભેગા ગુજરાતના મોરબીમાં પગારની માંગણીને લઈને દલિત યુવાનને બેલ્ટથી માર મારીને દાદાગીરી દેખાડનાર વિભૂતી પટેલ ઊર્ફ રાણીબાની દાદાગીરી નીકળી ગઈ છે. દલિત યુવાનની મારઝૂડ કરવાની મુખ્ય આરોપી વિભૂતી પટેલ છે અને તેની સાથે બીજા પણ પાંચ આરોપીઓ છે. મોરબી કોર્ટે આજે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા.
આરોપીઓની જામીન અરજી ફગાવી
મોરબી કોર્ટે રાણીબા સહિતના તમામ 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા તેમને ફરી વાર જેલમાં જવાનો વારો આવ્યો છે. કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 નવેમ્બરે વિભૂતિ પટેલે તેના ભાઈ ઓમ પટેલ સાથે અન્ય એક સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં પોલીસે એક દિવસ પહેલા જ અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. સ્પેશિયલ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં વિભૂતિ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
કોણ છે રાણીબા
રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક અને યુવા ઉદ્યોગસાહસિક વિભૂતિ પટેલ પર દલિત યુવકને માર મારવાનો આરોપ છે. વિભૂતિ પટેલ અને અન્ય ચાર લોકો પર આરોપ છે કે તેમણે પગારની માંગણી કરતા દલિત યુવાનને બેલ્ટથી માર માર્યો હતો. એટલું જ નહીં દલિત યુવકને ચપ્પલ અને જૂતા પહેરવા માટે દબાણ કર્યું હતું.
વિભૂતિ પટેલ ટાઇલ્સના વ્યવસાયમાં સક્રિય છે. તે સોશિયલ મીડિયા પર પોતાને મોરબીની લેડી ડોન તરીકે રજૂ કરી રહી છે. આ વિવાદ બાદ તેનો તલવાર વડે એક સાથે અનેક કેક કાપતો વીડિયો પણ સામે આવ્યો હતો.
22 નવેમ્બરે શું બન્યું હતું
22 નવેમ્બરના રોજ દલિત યુવકને માર મારવાના કેસમાં મોરબી શહેર પોલીસે SC/ST એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ફરિયાદી પીડિત યુવક નિલેશ દલસાણિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી વિભૂતિ પટેલ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા, પરંતુ કોર્ટમાંથી રાહત ન મળતાં તેમણે સરેન્ડર કરવું પડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે