Abhayam News
AbhayamNews

આ જિલ્લામાં સિંચાઇ માટે નર્મદાના પાણી પહોચાડવા 4369 કરોડના કામોને મંજૂરી..

સરકારે જણાવ્યું હતું કે, કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-1 અંતર્ગત 4369 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1 ના કામો માટે રૂપિયા 4369 કરોડના કામો મંજૂર કર્યા છે.

નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપલાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે.

સરકારે જણાવ્યું હતું કે, આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. એટલું જ નહિ, અંદાજે બે લાખ 81 હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.

નર્મદાના આ વધારાના પાણી જે ચાર લિન્ક મારફતે 38 જેટલી નાની અને મધ્યમ સિંચાઇ યોજનાઓમાં પહોચાડવાના છે તે ચાર લિન્કમાં 72.46 કિ.મીટરની સારણ લિન્ક, 106.0ર કિ.મીટરની સઘર્ન લિન્ક તથા 107 કિ.મીટરની નોર્ધન લિન્ક અને પ2.પ0 કિ. મીટરની હાઇ કન્ટુર સ્ટોરેજ લિન્કનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શેર માર્કેટમાં આવી શાનદાર તેજી, સેન્સેક્સ ફરી 64,000 ને પાર

Vivek Radadiya

હવે AAP નેતા યુવરાજસિંહે આ સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો….

Abhayam

ભારતથી આવનાર પ્રવાસીઓ પર લગાવી 1 હજાર ડોલરની ફી 

Vivek Radadiya