Abhayam News
AbhayamGujarat

વલસાડની શાળામાં 12 મરઘા અને 1 બકરાને કાપી નાખ્યા

12 chickens and 1 goat were slaughtered in a school in Valsad

વલસાડની શાળામાં 12 મરઘા અને 1 બકરાને કાપી નાખ્યા ભારત દેશ એકવીસમી સદીમાં અને ગુજરાતનો જેટ ગતિએ વિકાસ છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઇ શક્યો.હવે સમાજ માટે વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે અને કદાચ આ કિસ્સાને જોઈ સમજીને સમાજની આંખ ઉઘડે તો એ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે કામ જ આવશે. કારણે અંધશ્રદ્ધાનું આ ભૂત હવે શાળામાં પહોંચ્યું છે. જ્યાં ,12 મરઘા અને 1 બકરાની બલિ ચઢાઈ હોવાનો સણસણતો આરોપ મુકાઈ રહ્યો છે. દાવા મુજબ શાળાના કેમ્પસમાં લોહી પડેલું હતું ને કુંકુ ગુલાલ અને તેમજ ત્યાં મરધાના પીછાં પણ હતા.

12 chickens and 1 goat were slaughtered in a school in Valsad

વલસાડની શાળામાં 12 મરઘા અને 1 બકરાને કાપી નાખ્યા

નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા  વચ્ચે  ઝોલા ખાતા હોય છે.સમાજમાં એવા કેટલાય કિસ્સો સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કા તો મહિલાની લાજ લૂંટાઈ હોય, કા તો મરણમૂડી ખોવી પડી હોય. ત્યારે હવે વલસાડમાં  વિદ્યાના ધામમાં મેલી વિદ્યાનો કિસ્સો સામે આવતા અરેરાટી મચી છે. નગડધરી ગામની પ્રાથમિક શાળામાં શાળામાં ભૂવાને બોલાવી મેલી વિદ્યા કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે.શાળા પરિસર નજીક વિધિના નામે મરઘા અને બકરાની બલી ચઢાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અંધશ્રદ્ધામાં શાળાને જમીન દાનમાં આપનાર પરિવારના રસોયાએ વિધિ કરાવી 12 મરધા અને 1 બકરાને કાપી નાખ્યા છે.

12 chickens and 1 goat were slaughtered in a school in Valsad

દિનેશ ભોયે,સભ્ય , એસ.એમ.સીએ શું આરોપ લગાવ્યો?
‘શાળામાં રસોયો છે તેણે ડાંગના ખીરમાની ગામથી ભગત બોલાવ્યા હતા તે દિવસ દરમિયાન કઇંક ખોદતાં હતા. હું રાતના સમયે ત્યાં ગયો ત્યારે 12 મરધાને કાપી નાખવામાં આવ્યા હતા અને 1 બકરાની બલિ દેવાઈ ગઈ હતી. 25 નાળિયેર પણ હતા. આ મેલી વિદ્યાની અસર બાળકો પર માનસિક રીતે થઈ શકે છે’

12 chickens and 1 goat were slaughtered in a school in Valsad

DEPOએ આપ્યા તપાસના આદેશ

શાળામાં મેલી વિદ્યાના આક્ષેપની ચકચાર મચી જતાં DEPOએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.  મીડિયા માધ્યમથી ઘટના સામે આવતા DEPO ડી બી બારિયાએ તાત્કાલિક તપાસ આદેશ આપ્યા છે. વિધિ થઈ છે કે કેમ તે માટે એક ટીમને ઘટનાસ્થળે જવા રવાના કરાઇ છે. રસોયા કસૂરવાર ઠરશે તો જે તે વિભાગને કડક પગલાં લેવા માટે જાણ કરવામાં આવશે. પણ આ ઘટનાથી અનેક સવાલો પણ ઉભા થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ભારતની ઇન્ટેલિજન્સ અમેરિકા અને કેનેડા જેટલી મજબૂત

Vivek Radadiya

ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO

Vivek Radadiya

ચીખલી મામલતદાર કચેરીના મહિલા કલાર્ક એસીબીના હાથ લાંચ લેતા ઝડપાયા..

Abhayam