Abhayam News
AbhayamGujaratTechnology

Zerodha નિખિલ કામત નું મોટું નિવેદન

Zerodha નિખિલ કામત ઝીરોધાના સંસ્થાપક નિખિલ કામતે કહ્યું હતું કે, સ્ટાર્ટઅપને મળનારા ફંડિંગમાં ઘટાડો થયો છે અને આ કારણથી હવે ગ્રાહકોને લલચાવવા માટે આપવામા આવતા ડિસ્કાઉન્ટ અને કરવામાં આવનારા અન્ય ઉપાય ઓછા થઈ શકે છે.

ગ્રાહકોની સંખ્યાની રીતે દેશની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ ઝીરોધાના સહ સંસ્થાપક નિખિલ કામતે કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ માટે ફંડિંગનો દોર હવે પૂરો થયો છે અને તેમા હવે ડ્રાય સ્પેલ આવ્યો છે. જો કોઈને પણ એ વાતમાં શક હોય કે સ્ટાર્ટઅપને ફંડિંગ નથી મળી રહ્યું તો તેઓ બેંગલુરુ જઈને જાત અનુભવ કરી શકે છે. Zerodhaના કો ફાઉન્ડરે કહ્યું હતું કે, “અત્યાર સુધી ઈ-કોમર્સ કંપનીઓ અને એપ જે ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપી રહ્યા હતા, તેની સીઝન હવે પૂરી થઈ ગઈ છે. જે ગઈકાલ સુધી પ્રેક્ટિકલ હતું, તે હવે આગામી સમય માટે મોંધુ સાબિત થવાનુ છે..”

Zerodha નિખિલ કામત

Nikhil Kamathએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,”કેબ, ફૂડ ડિલીવરી, ઈન્ફ્લ્યુએંસર ઈકોનોમી અને સ્પોન્સરશિપ એમ દરેક ચીજો મોંઘી થવાની છે.”

ઝીરોધાના કો ફાઉન્ડર નિખિલ કામતે કહ્યું હતું કે, ભારતમા સ્ટાર્ટઅપને મળનારા માસિક ફંડિંગમાં લગાતાર કમી આવી રહી છે.

જો વાત જૂન 2022ના એપ્રીલથી એપ્રિલ 2023ના સમયગાળાની કરીએ તો તે 3.4 અબજ ડોલરથી ઘટીને 0.98 અબજ ડોલર પર આવી ગઈ છે.

Zerodhaના નિખિલ કામતે લખ્યું કે, સ્ટાર્ટઅપ ફંડિંગના મામલામાં અમેરિકા 2.7 ટ્રિલિયન ડોલર સાથે પહેલા સ્થાને હતું. ચીન 837 અબજ ડોલર સાથે બીજા ક્રમે જ્યારે ભારત 136 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે હતું. આ વર્ષ 2014થી 2022 સુધીના આંકડા છે.

જો આપણે ભારતમાં સ્ટાર્ટઅપ ફંડિંગની વાત કરીએ તો સૌથી વધુ હિસ્સેદારી ઈ-કોમર્સની રહી છે જ્યારે સૌથી ઓછી હિસ્સેદારી કન્ઝ્યૂમર સર્વિસિસની રહી છે.

વર્ષ 2022મા દુનિયાભરમાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરમાં ભારે વૃદ્ધિ કરી છે અને આ કારણથી રોકાણકારોએ પોતાના દેશમાં જ શાનદાર રિટર્ન મળવા લાગ્યું છે. જો વર્ષ 2022ની વાત કરીએ તો ભારત આ દ્રષ્ટિએ 23 નવા યૂનિકોર્ન અને 18 ટકા રોકાણ સાથે 80 માઈક્રો નીસી અને ડીલ વેલ્યૂની સ્થિરતાના મામલામાં સાસ અને ફિનટેક સ્ટાર્ટઅપ વાળો દેશ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કોરોનામાં શહીદ થયેલા દરેક આર્મી અને પોલીસ જવાનના કેજરીવાલ દ્વારા પરિવાર માટે આટલા કરોડની સહાય જાહેર..

Abhayam

રાજકુમાર રાવને નેશનલ આઈકન બનાવવાનો નિર્ણય

Vivek Radadiya

બ્રિટનએ ઈમિગ્રેશન રેટ ઘટાડવા લીધો મહત્વનો નિર્ણય

Vivek Radadiya

1 comment

Comments are closed.