મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ ગ્રુપ અમાન્ય ઘોષિત જમ્મૂ-કાશ્મીરમાં સંચાલિત રાજકીય દળ મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ જૂથને કેન્દ્ર સરકારે UAPA અંતર્ગત અમાન્ય ઘોષિત કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. આરોપ અનુસાર આ સંગઠનનાં સદસ્યો જમ્મૂ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતાં અને એવા આતંકી સમૂહોનું સમર્થન કરી રહ્યાં હતાં જે ભારતની અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યાં છે.
મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ ગ્રુપ અમાન્ય ઘોષિત
“બક્ષવામાં નહીં આવે..”
અમિત શાહે લખ્યું કે, “મુસ્લિમ લીગ ઑફ જમ્મૂ-કાશ્મીર ( મસરત આલમ જૂથ) MLJK-MA ને UAPA અંતર્ગત એક અમાન્ય સંઘ ઘોષિત કરવામાં આવ્યું છે. આ સંગઠન અને તેના સદસ્યો જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આતંકી ગતિવિધિઓનું સમર્થન કરે છે અને લોકોને જમ્મૂ-કાશ્મીરમાં ઈસ્લામી શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. PM નરેન્દ્ર મોદી સરકારનો સંદશો સ્પષ્ટ છે કે આપણાં દેશની એકતા, સંપ્રભુતા અને અખંડિતતાની વિરોધમાં કામ કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેને કાયદાનાં પ્રકોપનો સામનો કરવો પડશે.”
કોણ છે મસરત આલમ અને શું છે MLJK-MA?
મસરત આલમ ભટ્ટ જે 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તે કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી સમૂહ ઑલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રેંસનાં અધ્યક્ષ છે. 50 વર્ષીય મસરત આલમ પર NIA એઆતંકી ફંડિંગનાં મામલામાં કેસ બનાવ્યો છે. 2010માં કાશ્મીર ઘાટીમાં મોટાપાયે સાર્વજનિક વિરોધ પ્રદર્શનોમાં કથિત ધોરણે તેમની ભૂમિકા હોવાને લીધે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
માહિતી અનુસાર તેની સામે કુલ 27 FIR નોંધાયેલ છે અને 36 વખત PSA અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. મુસ્લિમ લીગ મસરત આલમ ગ્રુપની અધ્યક્ષતા કરે છે. આ સંગઠન પોતાના રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન સમર્થક પ્રચાર માટે પ્રખ્યાત છે. આ સંગઠન જમ્મૂ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગે છે જેથી જમ્મૂ અને કાશ્મીરનો સમાવેશ પાકિસ્તાનમાં થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે