વર્લ્ડ કપ 2023 આપણી સંસ્કૃતિના નવ સિમ્બોલ બતાવ્યા વર્લ્ડ કપ 2023 : આ ટુર્નામેન્ટ 1975માં શરૂ થઈ હતી. ICCની આ વિશાળ ઈવેન્ટનો છેલ્લા ઘણા દશકાઓથી તેનો સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ વખતે ભારતમાં આયોજિત થયેલા વર્લ્ડ કપની ખાસ વાત શું હતી. ભલે ઈન્ડિયા વિશ્વ કપ જીતી ન શક્યું, પણ તેને આપણી સંસ્કૃતિના નવ સિમ્બોલ આપીને લોકોના દિલ પર રાજ કર્યું છે. ભારતે પોતાની સંસ્કૃતિના આ ચિહ્નો થકી ઓળખ આપી છે. આ નવ રસ ભરત મુનીએ બતાવ્યા હતા તે છે.
વર્લ્ડ કપ 2023 આપણી સંસ્કૃતિના નવ સિમ્બોલ બતાવ્યા
વર્લ્ડ કપના 9 લોગોનો અર્થ : જો તમે આ વિશ્વ કપના કેટલાક ખાસ લોગો પર ધ્યાન આપ્યું હોય તો તમારા મનમાં એક પ્રશ્ન થયો હશે કે આ લોગોનો અર્થ શું છે. જો તમે તેના વિશે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ. ICC એ ‘નવરસ’ શબ્દનો સમાવેશ કર્યો. જેનો ઉપયોગ ક્રિકેટના સંદર્ભમાં ‘નવ લાગણીઓ’ દર્શાવવા માટે થાય છે. ICC વર્લ્ડ કપ 2023 ના લોગો તરીકે ઉપયોગમાં લેવાતા આ 9 પ્રતીકોના અલગ-અલગ અર્થ છે. તો, ચાલો જાણીએ કે દરેક પ્રતીક શું દર્શાવે છે.
આનંદ (Joy) : પ્રથમ ચિહ્ન ખુશીનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોગો અથવા પ્રતીક એ ખુશીનું ચિહ્ન છે. જે ચાહકો જ્યારે તેમની મનપસંદ ટીમ અથવા ખેલાડી જીતે અથવા સારું પ્રદર્શન કરે ત્યારે લાગણી અનુભવે છે.
પાવર (Power) : બીજું ચિહ્ન ખેલાડીની શક્તિ પર ભાર મૂકે છે અને જ્યારે પણ કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં સિક્સ કે મોટો શોટ મારે છે ત્યારે તેનો ઉપયોગ થાય છે. એટલે કે તે શક્તિ દર્શાવે છે.
માન (Respect) : ત્રીજું ચિહ્નએ બધા ચાહકો અને ખેલાડીઓ માટે સમાન આદર દર્શાવવાનું પ્રતીક છે.
બહાદુર (Brave) : ચોથું ચિહ્ન એ ગર્વની લાગણીનો અનુભવ કરાવે છે. જે સામાન્ય રીતે પોતાના દેશના રાષ્ટ્રગીત દરમિયાન લોકો અનુભવે છે.
ગૌરવ (Pride) : પાંચમું ચિહ્ન ગૌરવનું પ્રતીક છે. આ પ્રતિકનો ઉપયોગ સમર્પણની બહાદુર ભાવના દર્શાવવા માટે થાય છે, જ્યારે કોઈ ખેલાડી કોઈપણ શારીરિક સમસ્યા અથવા ઈજા હોવા છતાં તેની ટીમ માટે રમે છે. ત્યારે લોકોને તેના પર ગૌરવની અનુભૂતિ થાય છે.
મહિમા (Glory) : છઠ્ઠા ચિહ્નની ભાવના વિશ્વ કપનું ટાઇટલ જીતીને અને અંતિમ ગૌરવ સુધી પહોંચવાનું છે અને આદર્શ ઉદાહરણ પૂરૂ પાડવાનું છે.
અજાયબી (Wonder) : સાતમું ચિહ્ન વિશ્વ કપમાં બનેલી આશ્ચર્યજનક, અણધારી અને કમાલ કરતી વસ્તુઓનું પ્રતિનિધિત્વ છે.
જુસ્સો (Passion) : આઠમું ચિહ્ન તમામ ખેલાડીઓ અને ચાહકોના જુસ્સાને રજૂ કરે છે.
દુઃખ (Anguish) : નવમું અને છેલ્લું ચિહ્ન ઉદાસીની લાગણીને રજૂ કરવા માટે સમાવવામાં આવેલું છે. આ પ્રતીક હારેલી ટીમના ખેલાડીઓ અને ચાહકોની લાગણી દર્શાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે