Abhayam News
Abhayam

ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં વેપારીઓ મૂંઝાયા

Traders were confused after onion export stopped

ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં વેપારીઓ મૂંઝાયા રાજકોટ સહિત રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. બીજી બાજુ, કેન્દ્ર સરકાર દ્વારા અચાનક ડુંગળીની નિકાસ બંધ કરી દેતા વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે અને તેમને પણ લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Traders were confused after onion export stopped

ડુંગળીના વેપારી અશોકભાઈએ જણાવ્યું હતું કે, 500થી 600 રૂપિયામાં ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદી કરી હતી. પરતું કેન્દ્ર દ્રારા અચાનક ડુંગળીની નિકાસ બંધ કરતાં હાલ ડુંગળીના ભાવ 350થી 300 રૂપિયા થઈ જવાના કારણે ખેડૂતો સાથે વેપારીને પણ મોટા પ્રમાણ નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે. હાલ તો રાજકોટ સહિત રાજ્યભરના માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે ત્યાં સુધી માર્કેટીંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવશે.

ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં વેપારીઓ મૂંઝાયા

ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી. એક સાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતાં કોઈપણ ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતું નથી. માણેકવાડાના ખેડૂત પ્રવીણભાઈ વસોયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે. હું પહેલા ડુંગળી લઈને આવ્યો હતો ત્યારે મને 500થી 600 રૂપિયા મળ્યા હતા.

Traders were confused after onion export stopped

હાલ ફરી બીજી વખત ડુંગળી લઈને આવ્યો છું તો મને 300થી 350 રૂપિયા પણ મળતા નથી અને કોઈપણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી. જો આ ડુંગળી બેથી ત્રણ દિવસ પડી રહે તો ડુંગળી કોઈપણ વેપારી લેવા ત્યાર થશે નહીં. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કોઈપણ નિર્ણય વહેલો કરવામાં આવે બાકી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિકનો આપઘાત

Vivek Radadiya

પક્ષના નેતા, કાર્યકરો જનતાના મનને કેટલા કળે છે તે મુદ્દો ઉપસ્થિત થયો

Vivek Radadiya

સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો 

Vivek Radadiya