ગઈકાલે મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં એક વાત સૌથી નોંધનીય રહી હતી કે નરેશ પટેલ ને બાદ કરતા મોટાભાગના પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ ભાજપના પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થક હતા જ્યારે નરેશ પટેલે ખુલીને આડકતરી રીતે આમ આદમી પાર્ટીનું સમર્થન કર્યું હતું અને પાટીદાર મુખ્યમંત્રી બને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી…
2022 વિધાનસભાની ચૂંટણીને આડે હવે ૧૫ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે તાજેતરમાં ખોડલધામ ખાતે પાટીદારોના વિવિધ સંગઠનોના અગ્રણીઓની એક મિટિંગ મળી હતી. જેમાં ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે 2022 ની ચૂંટણીમાં પાટીદાર મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે. આ ઉપરાંત હવે પછીની કડવા-લેઉવા ની જગ્યાએ માત્ર પાટીદાર શબ્દ લખવા માટે નો પણ નિર્ણય લેવાયો હતો.
જો કે પાટીદાર સંગઠનોના અગ્રણીઓની મળેલી આ બેઠકને લઈ ને ગુજરાતની રાજનીતિમાં ભારે હલચલ મચી ગઇ છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ આ પાટીદાર પાવર સામે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે ક્યાંક ટીકા તો ક્યાંક પ્રશંસા થઈ રહી છે.
ખરેખર ગુજરાતમાં પાટીદારોનો પાવર હોય તો પાટીદાર અનામત આંદોલન માં ઝંપલાવનારા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના અનેક પાટીદાર યુવાનો અને યુવતીઓ સરકારની ખોટી નીતિઓનો ભોગ ન બન્યા હોત. જો કે પાટીદાર આંદોલનમાં ઝંપલાવનાર આ યુવાનો અને યુવતિઓ ને પાટીદાર સમાજે 10% સવર્ણ અનામત મળ્યા બાદ એકલા પાડી દીધા હોય તેવો પણ ઘાટ ઘડાઈ રહ્યો છે. કારણકે હજુ પણ પાટીદાર અનામત આંદોલનમાં ઝંપલાવનારા આ યુવાનોની સામે કેસો ચાલી રહ્યા છે અને તેઓ કોઈ ને કોઈ રીતે પરેશાન થઇ રહ્યા છે. પરંતુ આ પાટીદાર અગ્રણીઓએ આ યુવાનોને થતી હેરાનગતિ ને ઉકેલવામાં જરા પણ રસ દાખવ્યો નથી. માત્રને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ તેમણે આ મિટિંગ કરીને ક્યાંક ને ક્યાંક સરકાર પર દબાણ લાવી પોતાના કામો પાર પાડવા માટે મિટિંગોનો તખ્તો ગોઠવ્યો હોય એવું પણ ચર્ચાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…