Abhayam News
AbhayamNews

કેંદ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની અસર હવે ક્યારે થશે જાહેરાત?

1 જાન્યુઆરી 2021 ના DA વધારામાં મોડું થવા પાછળનું કારણ જણાવતાં સ્ટાફ સાઇડના સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે અમે નાણામંત્રાલયના વ્યય વિભાગ અને ડિપાર્ટમેંટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના અધિકારીઓના સતત સંપર્કમાં છે.

1 જાન્યુઆરી 2021 ના DA વધારામાં મોડું થવા પાછળનું કારણ જણાવતાં સ્ટાફ સાઇડના સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે અમે નાણામંત્રાલયના વ્યય વિભાગ અને ડિપાર્ટમેંટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના અધિકારીઓના સતત સંપર્કમાં છે. તેમનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના લીધે કેંદ્ર સરકારની પુરી યોજના જ બગડી ગઇ છે. એટલા માટે બધુ એક મહિના આગળ સરકી ગયું છે. જે DA વધારાની જાહેરાત એપ્રિલના અંત અથવા મે મહિના મધ્ય સુધી થવાની હતી હવે તે જૂન સુધી સરકી ગઇ છે

 1 જાન્યુઆરી 2021 ના મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની જાહેરાતમાં હજુ મોડુ થઇ શકે છે. નેશનલ કાઉન્સિલ-JCM-સ્ટાફ સાઇડના અનુસાર કેંદ્ર સરકાર કેંદ્રીય કર્મચારીઓના DA માં વધારાની જાહેરાત જૂનમાં કરી શકે છે. જોકે JCM અધિકારીઓનું કહેવું છે કે કેંદ્રેય કર્મચારીઓ માટે DA માં વધારો બેસિક સેલરીના ઓછામાં ઓછા 4 ટકા હશે. .

શિવ ગોપાલ મિશ્રાનું કહેવું છે કે તેનાથી કેંદ્રીય કર્મચારીઓના 7th CPC પર મેટ્રિકસ પર કોઇ અસર પડશે નહી. કારણ કે કેંદ્ર સરકરે પહેલાં જ કર્મચારીઓ અને પેંશનર્સનું DA, DR જૂન 2021 સુધી ફ્રીજ કરીને રાખ્યું છે. માર્ચ 2021માં રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે DA, DR વધારાને ફરીથી 1 જુલાઇથી શરૂ કરી દેવામાં આવશે. એટલા માટે 1 જાન્યુઆરી 2021 નું DA વધારો આજે જાહેરાત પણ થઇ જાય છે તો આ શરૂ 1 જુલાઇ 2021 થી જ થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

6 જ દિવસમાં ‘સાલાર’નું કલેક્શન 500 કરોડને પાર

Vivek Radadiya

આ ટેણીયાએ જોરદાર ગીત ગાયું કે

Vivek Radadiya

2024ની લોકસભા ચૂંટણી લડશે કંગના 

Vivek Radadiya