દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. ત્યારે અહીં જાણીશું કે દશેરાના દિવસે શાસ્ત્ર પૂજાનું શું મહત્વ છે અને તેનું શુભ મહુર્ત અને પૂજાનો નિયમ શું છે.વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન રામની પૂજા સાથે જ શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે. ત્યારે અહીં જાણીશું કે દશેરાના દિવસે શાસ્ત્ર પૂજાનું શું મહત્વ છે અને તેનું શુભ મહુર્ત અને પૂજાનો નિયમ શું છે..
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ
હિન્દૂ પંચાંગ અનુસાર, આસો માસની શુક્લપક્ષની દશમી તિથિની શરૂઆત 23 ઓક્ટોબર, 2023ની સાંજે 5:44 વાગ્યે થશે, જે 24 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 3:14 વાગ્યા સુધી રહેશે. આમ ઉડયા તિથિ અનુસાર, આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે.24 ઓક્ટોબરના રોજ શાસ્ત્ર પૂજા કરવામાં આવશે
24 ઓક્ટોબરના રોજ શાસ્ત્ર પૂજા કરવામાં આવશે, જેનું વિજય મહુર્ત બપોરે 1:46 વાગ્યાથી લઈને બપોરે 2:31 વાગ્યા સુધી છે. આ દિવસે અભિજીત મહુર્ત અથવા આ દિવસનો શુભ સમય 11:30 વાગ્યાથી લઈને બપોરે 12:15 વાગ્યા સુધી રહેશે.વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ
આ વિધિથી કરો શસ્ત્ર પૂજા
24 ઓક્ટોબરને મંગળવારે સવારે સ્નાન કરીને એક જગ્યાએ બધા શસ્ત્રો વ્યવસ્થિત રીતે રાખી દો અને શસ્ત્રોની ઉપર પાણી છાંટીને પવિત્ર કરી દો. હવે બધા શસ્ત્રો પર નાળાછડી બાંધી દો. હવે શસ્ત્રો પર તિલક લગાવી દો અને ફૂલની માળા ચઢાવો. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાથી શોક અને ભયનો નાશ થાય છે અને દેવી વિજય પણ પ્રસન્ન થાય છે.
પૂજા દરમિયાન આ મંત્રનો કરો જાપ
आश्विनस्य सिते पक्षे दशम्यां तारकोदये.
स कालो विजयो ज्ञेयः सर्वकार्यार्थसिद्धये
શસ્ત્ર પૂજાનું મહત્વ
પૌરાણિક કથા અનુસાર, જ્યારે મહીષાસુર નામના રાક્ષસે બધા જ દેવતાને હરાવી દીધા હતા, ત્યારે બધા જ દેવતા ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને તેમણે પોતાના મુખથી એક તેજ પ્રગટ કર્યું, જે દેવીનું એક સ્વરૂપ બની ગયું. ત્યારબાદ દેવતાઓએ દેવીને તેમના દિવ્ય શસ્ત્રો પ્રદાન કર્યા અને આ જ શાસ્ત્રોની મદદથી દેવીએ મહીષાસુરનો વધ કર્યો. માનવામાં આવે છે કે આ તિથિ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ હતી. જેથી આ શુભ તિથિ પર શાસ્ત્રોની પૂજા કરવામ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…