તાર ફેન્સિંગ યોજનાના લાભથી ખેડૂતો વંચિત કેમ સરકારની યોજનાઓનો મૂળ હેતુ મહદ અંશે કલ્યાણકારી જ હોય છે પરંતુ તેની અમલવારીમાં ક્યાંક ને ક્યાંક એવી મુશ્કેલી ઉભી થાય છે કે ખરેખર જે યોજનાનો લાભ મેળવવાના હકદાર છે તેના સુધી લાભ પહોંચતો નથી. ખેડૂતો માટે પણ આવી જ ઉપયોગી યોજના એટલે તાર ફેન્સિંગ યોજના જેનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે.
પણ સિક્કાની બીજી બાજુ નજર કરીએ તો એવું બને છે કે બહોળી સંખ્યામાં એવા ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. તાર ફેન્સિંગ યોજનામાં સરકારે ઝોન પ્રમાણે ટાર્ગેટ નક્કી કર્યો છે, એક વખત ફેન્સિંગ માટેની અરજીનો ટાર્ગેટ પૂરો થઈ જાય પછી I-ખેડૂત પોર્ટલ આપોઆપ બંધ થઈ જાય છે. યોજનાનો મૂળ હેતું એ હતો કે જે ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે
તાર ફેન્સિંગ યોજનાના લાભથી ખેડૂતો વંચિત કેમ
એવું કે નાના ખેડૂતો મોટી સંખ્યામાં છે કે જેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ નથી મળતો.. શુક્રવારે જ એવું બન્યું કે 10 જિલ્લા માટે તાર ફેન્સિંગ સહાય યોજના અંતર્ગત લાભ લેવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 20 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ સુધી પહોંચી ગઈ અને પોર્ટલ બંધ થઈ ગયું.
હજુ 12 તારીખે પણ બીજા 12 જિલ્લા માટે પોર્ટલ ખુલ્લું મુકાશે ત્યારે પણ સંભવત:આવી જ સ્થિતિ બનશે. પ્રશ્ન એ છે કે સરકાર આ યોજના માટેનો નક્કી કરાયેલો ટાર્ગેટ વધારી શકે કે નહીં. જરૂરિયાતમંદ દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે કે નહીં, I-ખેડૂત પોર્ટલમાં વારંવાર મુશ્કેલી ઉભી થવાનું કારણ શું.
આજની ચર્ચા કેમ?
I-ખેડૂત પોર્ટલમાં ફરી મુશ્કેલી ઉભી થઈ થઈ છે. તાર ફેન્સિંગ યોજનામાં અરજી માટે પોર્ટલ ખુલ્લું મુકાયું હતું. પોર્ટલ શરૂ થતાની ગણતરીની મિનિટોમાં જ ઠપ થયું છે. તાર ફેન્સિંગ યોજનામાં અરજી કરવાથી અનેક ખેડૂતો વંચિત રહ્યા હતાં. ટાર્ગેટ પૂરો થઈ જતા પોર્ટલ તરત જ બંધ થઈ ગયું. નાના અને મધ્યમ ખેડૂતો જરૂરી સહાયથી વંચિત રહ્યા.
ક્યા જિલ્લા માટે પોર્ટલ ખુલ્લું મુકાયું હતું?
અમદાવાદ
ખેડા
આણંદ
ગાંધીનગર
ભાવનગર
બોટાદ
જૂનાગઢ
ગીર-સોમનાથ
અમરેલી
પોરબંદર
તાર ફેન્સિંગ યોજનાનો ફાયદો
ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી બચાવી શકાશે તેમજ જંગલી પશુઓ ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડે છે. નીલગાય જેવા પશુ માટે ફેન્સિંગ જ એકમાત્ર વિકલ્પ છે. આવા સંજોગોમાં તાર ફેન્સિંગ યોજના ઘણી ઉપયોગી છે. દરેક ખેડૂત ફેન્સિંગ માટેનો આર્થિક ખર્ચ ઉઠાવી શકે એમ નથી. નાના-સીમાંત ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજના ઘણી ઉપયોગી
હવે ક્યા જિલ્લા માટે પોર્ટલ ખુલ્લું મુકાશે?
12 ડિસેમ્બર
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
વડોદરા
છોટાઉદેપુર
પંચમહાલ
મહીસાગર
દાહોદ
ભરૂચ
નર્મદા
યોજનામાં સમયાંતરે કેવા ફેરફાર થયા?
2005માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અગાઉ 5 હેક્ટરની મર્યાદામાં ફેન્સિંગ માટે સહાય મળતી હતી. ખેડૂતોએ આ મર્યાદા ઘટાડવા રજૂઆત કરી હતી. હાલ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં ફેન્સિંગની સહાય મળે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે