Abhayam News
AbhayamNews

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક?ટોકન ની લાઈનો સવારે 5 વાગ્યે થી..

ગુજરાત માં ત્રીજી લહેર નો સામનો કરવા પહેલા ગુજરાત માં રાશીકરણ ધમ ધમી રહ્યું છે.પરંતુ પુરતી રાશી નો સ્ટોક ના હોવા ચાત સરકારના કડક વલણ થી લોકો ખુબ હાલકી નો સામનો કરી રહ્યા છે ચાત પણ લોકો રાશી થી વંચિત છે તો આને જવાબદાર કોણ સરકાર કે લોકો ? આવા પ્રશ્નો લોકો સરકાર ને કરી રહ્યા છે.

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા વધુમાં વધુ લોકોને રસી મુકાવી લેવાની સરકારની હિમાયત વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રસીકરણની કામગીરી સાવ ખાડે ગઈ હોવાની બુમ ઉઠી છે. રસીકરણ માટે તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું જ પડે છે, પરંતુ તેના પહેલા ટોકન લેવા માટે પણ સવારે પાંચ વાગ્યાથી કેન્દ્રો બહાર લાઈનો લાગી જાય છે. બીજી તરફ ઓનલાઈન બુકિંગમાં પણ અખાડા શરૃ થતા લોકો રસીકરણમાં ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

અમદાવાદ શહેરમાં ૪૦-૪પ હજાર લોકોને એક દિવસમાં કોરોનાની રસી મુકાઈ હોવાના દાવા મ્યુનિ. તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે. બીજી તરફ દિવસેને દિવસે રસીકરણ માટે લોકોની હાડમારીમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વ વિસ્તારના નિકોલથી માંડી નરોડા, વસ્ત્રાલ, રામોલ, નારોલ, ઈસનપુર, ઘોડાસર સુધીના છેવાડાના તથા અસારવા, મણિનગર, અમરાઈવાડી, જમાલપુર, ખાડિયા સહિતના શહેરના આંતરિક વિસ્તારોમાં રસીકરણ કેન્દ્રો બહાર હેરાન થતા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

રસીકરણ કેન્દ્રો બહાર બે-ત્રણ કલાક સુધી લોકોને લાઈનમાં બેસાડી રાખ્યા બાદ તેનો વારો બીજા દિવસે આવશે અથવા તો બીજા કેન્દ્ર પર જતા રહેવાની સૂચના અપાય છે! આવી સૂચના અગાઉથી શા માટે આપવામાં આવતી નથી? લોકોના સમય અને શક્તિની બરબાદી શા માટે કરાય છે? મોટી ઉમરના વૃદ્ધો અને નિરક્ષર લોકોને પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સમજણ આપવામાં આવતી નથી. અનેક એવા લોકો છે જેણે રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હોવાના પુરાવા સાચવી શક્યા નથી. આવા લોકોનું શું કરવું? તેને લઈને ખુદ આરોગ્ય સ્ટાફ પણ મુંજવણ અનુભવી રહ્યો છે.

એકંદરે આખી રસીકરણ વ્યવસ્થા ઉચ્ચ અધિકારીઓની અણઆવડતના કારણે ખાડે જતા મ્યુનિ.નો આરોગ્ય સ્ટાફ પણ લોકો સાથે રોજના ઘર્ષણને લઈને મુશ્કેલી અનુભવી રહ્યો છે.

Related posts

આઈપીએલ 2021ની બાકીની રમાનારી મેચોની તારીખ જાહેર થઈ ..જુઓ જલ્દી

Abhayam

જાણો કારણ:- કોરોના વેક્સીન શા માટે હાથ પર જ મૂકવામાં આવે છે ?

Abhayam

વર્ષ 2024માં દુનિયાભરમાં મચી જશે હાહાકાર! 

Vivek Radadiya