ફ્લાઈટ કે ટ્રેનની ટિકિટ કેન્સલ પર શું છે નિયમ ટ્રેન અને ફ્લાઈટથી દરેક લોકો મુસાફરી કરી હશે. રોજ કરોડો ભારતીયો એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે તેનો ઉપયોગ કરે છે. મુસાફરી કરી હોય તેમને ખબર હોવી જોઈએ કે ટ્રેન કે ફ્લાઈટની ટિકિટ કેવી રીતે બુક થાય છે. તેના ઉપરાંત તે જાણવું પણ જરૂરી છે તે ટિકિટ કેન્સલ થવા પર તમારે રેલવે અને એરલાયન્સ કંપનીઓ પાસેથી શું પરત મળે છે. ટિકિટ રિફંડ સાથે જોડાયેલા ઘણા એવા નિયમ અને શરતો છે એક એક કરીને આ બધા પર નજર કરીએ.

ફ્લાઈટ રદ્દ થવા પર શું છે નિયમ?
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અનુસાર કોઈ પણ કારણથી ફ્લાઈટ રદ્દ થાય તો એરલાયન્સને તમને બે ઓપ્શન આપવા પડશે. તે તમારા માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરે અથવા તો તમારા પૈસા રિફંડ કરે.
ફ્લાઈટ કે ટ્રેનની ટિકિટ કેન્સલ પર શું છે નિયમ
તમે ટિકિટ કેન્સલ કરો તો શું થશે?
જોકે જો તમે ટિકિટ કેન્સર કરો છો તો નિયમ બદલાઈ જાય છે. ફ્લાઈટ ઉડવાથી 3 દિવસની અંદર ટિકિટ કેન્સલ કરવા પર 3500 રૂપિયા અથવા એરફોર ચાર્જ તમને આપવા પડશે. આજ ટિકિટ જો તમે 3 દિવસ પહેલા કેન્સલ કરાવો છો તો ચાર્જ 3000 રૂપિયા કપાશે. જોકે 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર સંપૂર્ણ પૈસા પરત મળી જાય છે. આ બધી શરતો ડોમેસ્ટિક ફ્લાઈટ પર લાગુ થાય છે.
એરલાઈન્સ ડાઉનગ્રેડ કે કેન્સલેશન કરે ત્યારે શું છે ઓપ્શન?
ડીજીસીએના નિયમો અનુસાર જો કોઈ એરલાઈન્સ પેસેન્જરની ટિકિટ ડાઉનગ્રેડ, તેને જણાવ્યા વગર કેન્સલ કે બોડિંગથી ઈનકાર કરી નાખે તો તો ટિકિટની 30થી 75 ટકા રકમ રિફંડ કરવી પડશે. ઘરેલુ ફ્લાઈટ પર ટિકિટના 30 ટકા અને ટેક્સ પરત કરવો પડશે.
ઈન્ટરનેશનલ પેસેન્જર્સને કમીના હિસાબથી 30 ટકાથી લઈને 75 ટકા સુધી રિફંડ અને ટેક્સ પરત કરવો પડશે. ઈન્ટરનેશનલ પેસેન્જર્સને કિમીના હિસાબથી 30 ટકાથી લઈને 75 ટકા સુધી રિફંડ અને ટેક્સ આપવાનો રહેશે.

રેલવે ચાર્ટ તૈયાર થવાના પહેલાનો નિયમ
જો રેલવે ચાર્ટ તૈયાર થવાના 48 કલાક પહેલા તમે ટિકિટ કેન્સર કરાવશો તો ફર્સ્ટ/એક્ઝીક્યુટિવ ક્લાસ માટે 240 રૂપિયા, એસી 2 ટાયર/ફર્સ્ટ ક્લાસ માટે 200 રૂપિયા, એસી 3 ટિયર/ એસી ચેયર કાર/ એસી 3 ઈકોનોમી માટે 180 રૂપિયા, સ્લીપર માટે 120 રૂપિયા અને સેકન્ડ ક્લાસ માટે 80 રૂપિયા કેન્સલેશન ચાર્જ લાગે છે. જો તમે ડિપાર્ચરથી 12 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છો તો આવી સ્થિતિમાં તમારી કેન્સલેશન ચાર્જ ભાડાના 25 ટકા થઈ જાય છે. જો ટ્રેન ટિકિટને કોઈ કારણોથી 12 કલાકની ઓછા અને 4 કલાકથી પહેલા સુધી કેન્સલ કરાવો છો તો 50 ટકા ચાર્જ કપાઈ જશે.
તત્કાલ ટિકિટને લઈને રેલવેના નિયમ
જો તમે કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્સલ કરાવી તો રિફંડ નહીં મળે. જો તત્કાલ ટિકિટ વેટિંગ લિસ્ટમાં છે તો તેના પર અમુક ચાર્જ કપાશે. ચાર્ટ બનાવ્યા બાદ ટિકિટ RACના વેટિંગ લિસ્ટમાં છે તો ટ્રેનના ડિપાર્ચર ટાઈમથી 30 મિનિટ પહેલા પોતાની ટિકિટ કેન્સલ કરાવવા પર સ્લીપર ક્લાસમાં 60 રૂપિયા અને ACમાં 65 રૂપિયાનો ઘટાડો થશે. જો ટિકિટ કન્ફર્મ છે તો કેન્સલેશન ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખવું પડશે. ટ્રેનના ડિપાર્ચર ટાઈમથી 4 કલાક પહેલા ટિકિટ કેન્સલ નહીં કરી શક્યા તો રિફંડ નહીં મળે.
ઈ-ટિકિટ અને કાઉન્ટર ટિકિટના રિફંડ નિયમ
આઈઆરસીટીસીના અનુસાર તમે ઓનલાઈન બુક કરેલી ઈ-ટિકિટને કેન્સલ કરી શકો છો. તેમાંથી કેન્સલેશન ચાર્જ કાપીને રિફંડ તમારા એકાઉન્ટમાં આવી જશે. જો પીઆરએસ કાઉન્ટર પર જઈને ટિકિટ કેન્સલ કરાવો છો તો રિફંડ ત્યાંથી જ મળી જશે.
પાર્ટી કે ફેમિલી ટિકિટ હોય તો શું છે નિયમ?
જો તમારી પાસે ફેમિલી કે પાર્ટી ઈ-ટિકિટ છે અને તેમાં કોઈ કન્ફર્મ અને બાકી વેટિંગ લિસ્ટ કે આરએસી છે. આ સ્થિતિમાં જો તમે યાત્રા નથી કરવા માંગતા તો કંફર્મ ટિકિટોને પણ રિફંડ મળી જશે.
જો ટ્રેન કેન્સલ થઈ છે તો શું છે નિયમ?
જો ટ્રેન રદ્દ થઈ જાય છે અને ઈ-ટિકિટ કરાઈ છે તો સંપૂર્ણ રકમ તમારા ખાતામાં આવી જશે. જો તમારી પાસે કાઉન્ટર ટિકિટ છે તો પીઆરએસ કાઉન્ટરથી તમારૂ રિફંડ પ્રાપ્ત કરી શકાય છે. જોકે તમારી ટ્રેનના પ્રસ્થાનના સમયના 72 ટકાની અંદર કોઈ પણ કાઉન્ટરથી ટિકિટ રદ્દ કરાવવાની રહેશે.
ટ્રેન ડાયવર્ટ થાય તો શું કરી શકાય?
જો તમારી ટ્રેનને તેના રૂટથી ડાયવર્ટ કરવામાં આવી છે અને તમે યાત્રા નથી કરવા માંગતા તો ભાડાનું સંપૂર્ણ રિફંડ પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે સ્ટેશન પર જઈને ટ્રેનના પ્રસ્થાન સમયના 72 ટકા સુધી ટીડીઆર ફાઈલ કરવાનું રહેશે.
3 કલાકથી વધારે મોડુ થાય તો શું છે નિયમ?
જો ટ્રેન તમારા બોડિંગ સ્ટેશન પર પોતાના નિર્ધારિત સમયથી 3 કલાક કે તેનાથી વધારે મોડી ચાલી રહી છે તો તમારે પોતાની ઈ-ટિકિટ પર રિફંડ મળી શકે છે. પરંતુ પૂર્ણ વાપસી સુનિશ્ચિત કરવા માટે ટ્રેનના વાસ્તવિક પ્રસ્થાનના સમય પહેલા ટીડીઆર ઓનલાઈન નોંધાવીને સુનિશ્ચિત કરો. કાઉન્ટર ટિકિટ વાળા યાત્રી તે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ટિકિટ સોંપી શકે છે જ્યાંથી તમારી યાત્રા શરૂ થવાની હતી અને કાઉન્ટરથી સંપૂર્ણ રિફંડ પ્રાપ્ત કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…