Abhayam News
AbhayamGujaratSurat

સુરતના વરાછા એફિલ ટાવરમાં ઉઠમણું

સુરતના વરાછા એફિલ ટાવરમાં કે. પ્રકાશ જવેલર્સ નામથી દુકાન ધરાવતાં ધાનક બંધુઓએ એક વર્ષ માટે જુનું સોનુ જમા રાખનાર ગ્રાહકને સસ્તા ભાવે ઘડામણ કરી આપવાની સ્કીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત ધાનકબંધુઓ વરાછાનાં નોકરિયાત આધેડ સહિતનાં ચાર ગ્રાહકોનું કુલ રૂપિયા 12.18 લાખનું સોનું કે તેની કિમંત પરત નહીં કરી દુકાન બંધ કરી ઉઠમણું કરી રફુચક્કર થઈ ગયા હતા.

કુલ રૂપિયા 12.18 લાખનું ઉઠમણું

સુરતના વરાછા એફિલ ટાવરમાં કે. પ્રકાશ જવેલર્સ નામથી દુકાન ધરાવતાં ધાનક બંધુઓએ એક વર્ષ માટે જુનું સોનુ જમા રાખનાર ગ્રાહકને સસ્તા ભાવે ઘડામણ કરી આપવાની સ્કીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત ધાનકબંધુઓ વરાછાના નોકરિયાત આધેડ સહિતના ચાર ગ્રાહકોનું કુલ રૂપિયા 12.18 લાખનું સોનું કે તેની કિમંત પરત નહીં કરી દુકાન બંધ કરી ઉઠમણું કરી રફુચક્કર થઈ ગયા હતા.

ગ્રાહકોને આપી લોભામણી જાહેરાત

વરાછા લંબે હનુમાન રોડ સ્થિત SMC કોમ્યુનિટી હોલ પાસે આવેલી સાગર સોસાયટીમાં રહેતાં 50 વર્ષીય હસમુખભાઈ મોહનભાઈ ધેવરીયાની લસકાણા ડાયમંડ નગર ખાતે સીતારામ પોલીફેબ કાપડની મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. વરાછા એફિલ ટાવર ખાતે દુકાન નંબર 20 થી 26માં કે. પ્રકાશ જ્વેલર્સ નામથી દુકાન ચલાવતાં પ્રકાશભાઈ ધાનક અને તેના ભાઈ કેવલ દ્વારા હસમુખભાઈને એક વર્ષ સુધી જૂનું સોનું જમા રાખશો સુરતના વરાછા એફિલ ટાવરમાં ઉઠમણું

તો એક વર્ષ બાદ પ્રતિગ્રામ રૂપિયા 51 નાં ભાવથી દાગીના બનાવી આપવામાં આવશે તેવી સ્કીમ રાખવામાં આવી હતી.પ્રકાશ ભાઈ ધાનકને ત્યાંથી 10 વર્ષથી દાગીના ખરીદતા કે બનાવતાં હોવાથી હસમુખભાઈ ઘેવરીયાએ તારીખ 29 સપ્ટેમ્બર 2021નાં રોજ રૂપિયા 5,52,600ની કિમંતનાં 119.800 ગ્રામ દાગીના આપવામાં આવ્યા હતાં.

એજ રીતે અન્ય ત્રણ ગ્રાહકો પૈકીનાં શાંતિલાલ વાઘેલાએ રૂ.2,76,721ની કિમંતનું 56.880 ગ્રામ સોનુ તથા તુષારભાઈ નાનજીભાઈ ક્યાડાએ રૂપિયા 1,29,136ની કિમંતનું 28 ગ્રામ સોનુ ઉપરાંત અનિલ અશોકભાઈ રાઠોડે પણ સોનાની બંગડી ખરીદવાની હોવાથી ટુકડે ટુકડે રૂપિયા 2.60 લાખનું સોનું જમા કરાવ્યું હતું.

ધાનકબંધુ દ્વારા બહાના કાઢીને ચારેય ગ્રાહકોને ખોટા વાયદાઓ કરવામાં આવતા હતા. આ દરમિયાન ધાનકબંધુ પોતાની દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતાં. મોબાઈલ પણ સતત બંધ આવતાં ચારેય ગ્રાહકો દ્વારા કુલ રૂ.12,18,457 નું સોનુ લઇ ઉઠમણું કરનારાં ધાનકબંધુ વિરૂદ્ધ વરાછા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી.

જે અંતર્ગત વરાછા પોલીસે ચારેય ગ્રાહકો વતી હસમુખભાઈ ઘેવરીયાની ફરિયાદ લઈ ગઇકાલે કે. પ્રકાશ જ્વેલર્સનાં ધાનકબંધુઓ વિરુદ્ધ IPC કલમ 409,420 તથા 114 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કેસની તપાસ PSI એ એચ રાઠોડને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દિવાળી પહેલા આ રાશિઓને લોટરી, પૈસા અને વૈભવમાં થશે વધારો

Vivek Radadiya

માત્ર 100 રૂપિયામાં મળશે લક્ઝુરીયસ કાર

Vivek Radadiya

સુરતના પુણા વિસ્તારમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા મેયર નો અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો…

Abhayam