Abhayam News
AbhayamGujarat

વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું 

Visavdar AAP MLA Bhupat Bhayani resigns

વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું  Bhupat Bhayani News : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ શરૂ થયું હોવાની સ્થિતિ બની છે. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. આ તરફ એવી ચર્ચા હતી કે, AAPના હજી બીજા 2 ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. જોકે હવે ગારીયાધાર AAP ધારાસભ્ય સુધીર વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે, હું AAP સાથે જ છું. ઉમેશ મકવાણાએ કહ્યું કે, ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છે, ધારાસભ્યોને જેલમાં નાખી દેવાની ધમકી આપી રહ્યુ છે. આ તરફ હવે એક બાદ એક રાજકીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. 

Visavdar AAP MLA Bhupat Bhayani resigns

શું કહ્યું વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ? 
વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ નિવેદન આપ્યું હતું કે, હું વિકાસને માનવાવાળો વ્યક્તિ છુ. હું ભાજપનો જ કાર્યકર્તા હતો, મને ભાજપે ક્યારેય કાઢી નથી મુક્યો. આ સાથે કહ્યું કે, ભાજપે મને ક્યારેય સસ્પેન્ડ નથી કર્યો. રાજીનામાં અંગે કહ્યું કે, મારા કાર્યકર્તાઓના કહેવાથી નિર્ણય કર્યો છે. મારે ચૂંટણી લડવી કે નહી તે કાર્યકર્તાઓ નક્કી કરે, આ સાથે કહ્યું કે, હું ભાજપમાં જોડાવાનો છું. ભાજપમાં મે 22 વર્ષ સુધી કામ કર્યુ છે, ભાજપે મારી ઉપર ક્યારેય કાદવ નથી ઉછાળ્યો. તેમણે કહ્યું કે, રાજકારણમાં આવુ બનતુ હોય છે, જનતાની સેવા કરવા આપ યોગ્ય પ્લેટફોર્મ ન હતું, આ સાથે કહ્યું કે, મારે આપના અન્ય ધારાસભ્ય સાથે સંપર્ક નથી થયો. હું જનતાની સેવા કરવા માંગુ છુ. ચૂંટણી લડવાનો નિર્ણય પ્રદેશમાંથી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, મોવડી મંડળનો આદેશ હશે તે સ્વીકારીશ.

Visavdar AAP MLA Bhupat Bhayani resigns

AAPના ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચા વચ્ચે VTV NEWS સાથે વાત કરતા AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી. AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ કહ્યું કે, હું AAP સાથે જ છું, હું કોઇ પણ પાર્ટી સાથે જોડાવાનો નથી. આ સાથે તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, હું આગામી સમયમાં AAPમાંથી લોકસભાની ચૂંટણી લડીશ.  

વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું 

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનુ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ VTV NEWS સાથે વાત કરતા બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ  પ્રતિક્રિયા આપી છે. ઉમેશ મકવાણાએ કહ્યું કે, ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છે, ધારાસભ્યોને જેલમાં નાખી દેવાની ધમકી આપી રહ્યુ છે. ભુપત ભાઈ પર પણ પ્રેશર હતુ, ભાજપ ખરીદવેચાણ સંઘ બની ગયુ છે. આ સાથે કહ્યું કે, ભાજપ આપથી ડરી ગયુ છે, અમારા 4 ધારાસભ્યો અમે એક જ છીએ. અમે પાંચ વર્ષ આપમાં જ રહેવાના છીએ. 

Visavdar AAP MLA Bhupat Bhayani resigns

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનુ ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અત્યાર સુધી 5 ધારાસભ્યોએ ઈમાનદારીથી કામ કર્યું છે. પ્રજા માટે અને પ્રજાના હિત માટે રાજનીતિમાં આવ્યા છે. પ્રથમ વખત ત્રીજા પક્ષને મહત્વના મત મળ્યા હતા. આ સાથે કહ્યું કે, અમારા 5 ધારાસભ્યોને ભાજપના નેતા ઓફર કરે છે. એક વર્ષ સુધી ભૂપતભાઇએ કામ કર્યું તેનો આભાર માનુ છું. આ સાથે કહ્યું કે, વિસાવદર જનતાની માફી માંગુ છું. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નેતા એક્ટિવ થયા હતા. ભૂપતઇને કોઈના કોઈ રીતે જોડાવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં 2027માં AAPની સરકાર બનશે. તેથી ભાજપ અત્યારથી જ એક્ટિવ બની રહી છે. 

વિસાવદર AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામાં અંગે AAPના ગુજરાત સંગઠન મંત્રી અજિત લોખીલની પ્રતિક્રિયા સામે આવી છે. અજિત લોખીલે કહ્યું કે, સામ દામ અને દંડ ભેદથી AAPના ધારાસભ્યોને તોડવા પ્રયાસ થઈ રહ્યો છે. જે રીતે ભુપતભાઈનું રાજીનામું આવ્યું તે સ્પષ્ટ સંદેશ આપે છે. 156 બેઠક છતાં AAPના 5 MLAની જરૂરિયાત ભાજપને હોય તે જનતા સામે છે. વિસાવદરનાં ધારાસભ્યનું રાજીનામું એ સ્પષ્ટ સંદેશ આપે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…

Related posts

સુરત:-જાણો આ પોલીસ કર્મી સામે શા ગુનો નોંધાયો..

Abhayam

વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ભારતીય ટીમ માટે સદગુરુની સલાહ

Vivek Radadiya

ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ….

Abhayam