Abhayam News
AbhayamGujaratSpiritual

ભગવાન શિવ અને દેવી સતીની વાર્તા:જો પતિ-પત્ની એકબીજા પર વિશ્વાસ ન કરે તો વૈવાહિક સંબંધોમાં ખટરાગ ઉદભવે છે

દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા. દક્ષ શિવજીને પસંદ નહોતો કરતો અને શિવજીનું અપમાન કરવાની એક પણ તક છોડતા નહતા, રામાયણનો એક પ્રસંગ છે. એક દિવસ શિવજી રામકથા સાંભળીને સતી સાથે પાછા ફરી રહ્યા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. રામ સીતાથી જુદા પડી ગયા હતા, દુઃખી હતા અને સીતાને શોધતા હતા

જ્યારે શિવજી અને સતીએ શ્રીરામને જોયા ત્યારે શિવજીએ કહ્યું કે શ્રી રામની કથા સાંભળીને આપણે અહીં એ જ શ્રી રામને જોયા છે. ભગવાન શિવે દૂરથી ભગવાન પ્રણામ કર્યા અને દેવી સતીને પણ શ્રી રામને નમન કરવા કહ્યું કે સતીનો સ્વભાવ તાર્કિક હતો. તેમણે ભગવાન શિવને કહ્યું કે મને નથી લાગતું કે તે ભગવાન રામ હોઈ શકે, તેઓ સામાન્ય માનવીની જેમ રડી રહ્યા હતા

શિવજીએ રામજી પર શંકા ન કરવા સમજાવ્યું. આ બધી તેમની લીલા છે. દેવી સતીએ ભગવાન શિવની વાત ન સાંભળી અને રામની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ સતી સીતાનું રૂપ લઈને શ્રી રામની સામે પહોંચી ગયા.

શ્રી રામે દેવી સતીને જોતાં જ પ્રણામ કર્યા અને પૂછ્યું, દેવી, તમે અહીં એકલા શું કરી રહ્યા છો, ભગવાન શિવ ક્યાં છે? આ સાંભળીને સતી શરમાઈ ગઈ. આ પછી તે ભગવાન શિવ પાસે પહોંચી. જ્યારે ભગવાન શિવે ધ્યાન કર્યું, ત્યારે તેમને સમજાયું કે સતીએ તેમના પ્રિય રામની કસોટી કરી છે. આ કારણે ભગવાન શિવે માનસિક રીતે સતીનો ત્યાગ કર્યો હતો આ ઘટનાના થોડા સમય પછી દેવી સતીએ પિતા દક્ષના ઘરે યજ્ઞકુંડમાં કૂદીને આત્મવિલોપન કરીને પોતાનો દેહ ત્યાગ કર્યો. શિવજીનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું હતું..

બોધ પાઠ
આ વાર્તાની શીખ છે કે પતિ-પત્નીએ એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. જો આ સંબંધમાં વિશ્વાસ નહીં હોય તો સંબંધોનો તાલમેલ બગડે છે. તાલમેલ વિના આ સંબંધ લાંબો સમય ટકાવી રાખવો મુશ્કેલ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

Vivek Radadiya

સરકારે સંસદમાં આંકડા આપ્યા:-એક લીટર પેટ્રોલ-ડીઝલમાંથી આટલી કમાણી થઇ રહી છે..

Abhayam

બિલ્ડર લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં કોરોના નિયમના ઘજાગરા ભાજપ નેતા પણ હાજર…

Abhayam