Abhayam News
Abhayam

વાંસદ ટોલનાકા નજીક પોલીસ સુરતીઓને રંજાડે છે!

Vansad near Tolanaka, police harass Surtis!

વાંસદ ટોલનાકા નજીક પોલીસ સુરતીઓને રંજાડે છે! ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. આ પાત્રમાં કુમાર કાનાણીએ કહ્યું છે કે વાંસદ ટોલનાકા પછી સુરત પાર્સીંગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. સ્થાનિકો વતી ધારાસભ્યએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. આ પાત્રમાં કુમાર કાનાણીએ કહ્યું છે કે વાંસદ ટોલનાકા પછી સુરત પાર્સીંગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. સ્થાનિકો વતી ધારાસભ્યએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે. પોલીસના ચેકિંગના કારણે વાહનચાલકોને પરેશાની થતી હોવાની ગૃહમંત્રીને રજુઆત કરાઈ છે.

વાંસદ ટોલનાકા નજીક પોલીસ સુરતીઓને રંજાડે છે!

વાંસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના GJ-05 પાર્સીંગની ખાનગી ફોરવ્હીલરોના માલિકો સાથે ત્યાં ઉભી રહેતી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતી હોવાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે.

Vansad near Tolanaka, police harass Surtis!
Vansad near Tolanaka, police harass Surtis!

ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી હતી, પત્રમાં તેઓએ જણાવ્યું છે કે મને મળેલ રજુઆતના સંદર્ભમાં છેલ્લા કેટલાય સમયથી સુરત થી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જીલ્લાની પોલીસ ૧૫-૨૦ ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રાખી ગાડી ચેકિંગના બહાના હેઠળ પરિવારમાં બહેન- દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોકયુમેન્ટની માંગણી કરવામાં આવે છે. આ તમામ કામગીરી દિવાળી વેકેશનમાં વતન પરત જતા લોકો માટે મુશ્કેલી ઉભી કર્યા હોવાની રજુઆત કરવામાં આવી છે.

Vansad near Tolanaka, police harass Surtis!

કાયદાકીય રીતે પોલીસ તેમની ફરજ ફજાવે તેમાં કોઈને પણ વાંધો ન હોવો જોઈએ, પરંતુ માત્ર તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા-ગાળી કરી ગમે તે ભાષામાં વાત કરી એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. અને માત્ર પૈસાની તોડબાજી માટે વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. અને જો વાહન માલિકો દ્વારા કઈપણ રજુઆત કરવામાં આવે અથવા મોબાઈલ પર કોઈ સાથે વાત કરવાનું કહેવામાં આવે તો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે. તો આવી રીતે કોઈ મોટા આંતકવાદી તરીકેના ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. તો આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

SMEs માટે ઈ-કોમર્સ સેક્ટરમાં ગ્રોથ માટે વિશાળ તકો

Vivek Radadiya

WHO એ નવા સબ-વેરિયન્ટને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ માં સામેલ કર્યું

Vivek Radadiya

મોદી સરકારની મોટી કાર્યવાહી

Vivek Radadiya