ટૂંક સમયમાં જ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને કિશોરોને કોરોન વિરોધી રસી આપવામાં આવશે. બીમાર, દિવ્યાંગ બાળકોને પ્રાથમિકતાના આધારે પહેલા રસી આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે 12થી 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઝાયકોવ-ડી રસીને મંજૂરી આપી દીધી છે. આ રસી પ્રદેશના ગોરખપુર સહીત 11 જિલ્લાઓમાં લગાવવામાં આવશે.

જિલ્લાઓમાં વયસ્કોનું રસીકરણ 16 જાન્યુઆરી 2021થી ચાલી રહ્યું છે. આ રસીકરણનો ત્રીજો તબક્કો 31 ડિસેમ્બર સુધી પૂર્ણ થઇ જશે. સ્વાસ્થ્ય વિભાગને 35 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ આપવાનો લક્ષ્યાંક મળ્યો છે. અત્યારસુધીમાં લગભગ 25 લાખ 52 હાજર લોકોને રસીનો પહેલી ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે 15 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યો છે.

દેશમાં ત્રીજી લહેરનો ખતરો વધી રહ્યો છે. મહારાષ્ટ્ર સહીત કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જિલ્લામાં શૂન્યથી લઈને 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 19 લાખથી વધુ બાળકો અને કિશોરો છે. સૌથી વધુ ખતરો 2 વર્ષથી લઈને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને છે જે ઘરની બહાર રમતા હોય છે.

રસીકરણ નોડલ ઓફિસર ડૉ. એનકે પાંડેયએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર રસી ખરીદી રહી છે. આ રસી આપતા દુખાવો નહીં થાય. રસી આપવાને લઈને કોઈ ગાઇડલાઇન નથી આવી. તંત્ર તરફથી એક વર્કશોપ કરવામાં આવ્યો હતો જેમાં વયસ્કોને ઝાયકોવ-ડી ની રસીના ડોઝ આપવાની તાલીમ આપવામાં આવી. રસી પહેલા તેને લગાવવાની ગાઇડલાઇન આવી જશે.

આરોગ્ય વિભાગે તાજેતરમાં ઝાયડસ અને કેડિલા દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના સામે રક્ષણ આપતા ઇન્જેક્શન ઝાયકોવ-ડીને મંજૂરી આપી છે. આ રસી 12 વર્ષથી લઈને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપી શકાય છે. એક બાળકને આ રાશિના ત્રણ ડોઝ આપવામાં આવશે. તેના માટે બીમાર અને દિવ્યાંગ અને લાચાર બાળકોની ઓળખ શરૂ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…