Abhayam News
AbhayamNews

આ આરોપીના ઘરેથી પેપર લીક કાંડમાં પોલીસને રોકડા 23 લાખ મળી આવ્યા..

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉંછાના ફાર્મ હાઉસ ખાતેથી આ પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમને એમ પણ જણાવ્યું હતું કે, પરીક્ષા પહેલા જ આ પેપર સોશિયલ મીડિયામાં ફરી રહ્યું હતું.

ત્યારે આક્ષેપ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આક્ષેપોના છ દિવસ પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર ફૂટ્યું હોવાની માહિતી આપી હતી.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, પેપર લીક કૌભાંડની સાથે સંડોવાયેલા એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં. તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. 11 આરોપીમાંથી 8ની ધરપકડ થઇ ચૂકી છે તેમને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પેપર લીક કૌભાંડ મામલે પોલીસ મુખ્ય આરોપીની શોધખોળ કરી રહી છે. તો બીજી તરફ આ કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી કે કોઈ રાજકીય નેતાની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે રોજે રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસવડા દ્વારા શનિવારના રોજ મીડિયાને માહિતી આપવામાં આવી હતી કે, પેપર લીક કાંડ સંડોવાયેલા આરોપી દર્શન વ્યાસની પાસેથી 23 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ પૈસા પોલીસને આરોપી દર્શનના ઘરે તપાસ કરતા મળ્યા હતા.

આ પેપર લીક કાંડ મામલે એવી પણ માહિતી મળી રહી છે કે, જશવંત પટેલ અને તેના દીકરા દર્શન પટેલે તેને સસરા મહેન્દ્ર પટેલના ફાર્મ હાઉસમાં 5 પરીક્ષાર્થીઓને બેસાડીને પેપર સોલ્વ કરાવ્યું હતું.

ત્યારબાદ તમામને રાખી રાત ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચેય વિદ્યાથીઓને બીજા દિવસે પરીક્ષા કેન્દ્ર સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા.

મહત્ત્વની વાત છે કે, પેપર લીક કાંડ ખાતે સંડોવાયેલા તમામ આરોપીઓની સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાંડમાં 11 આરોપીઓની સંડોવણી બહાર આવી અને તેમાંથી 8 આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

આ પેપર લીક કાંડમાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમાં જયેશ પટેલ, જશવંત પટેલ, દેવલ પટેલ, ધ્રુવ બારોટ, મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, દર્શન વ્યાસ, સતીશ પટેલ, સુરેશ પટેલ અને મહેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના દરોડા…

Abhayam

સુરતમાં 19.8 ડિગ્રી, નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી

Vivek Radadiya

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી

Vivek Radadiya

1 comment

Comments are closed.