Abhayam News
AbhayamPolitics

આઈટી વિભાગની રેડમાં ઝડપાયું 300થી વધુ કરોડનું બેહિસાબી નાણુ

Unaccounted money of more than 300 crores was caught in the raid of the IT department

આઈટી વિભાગની રેડમાં ઝડપાયું 300થી વધુ કરોડનું બેહિસાબી નાણુ ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી કરોડોના બેહિસાબી પૈસા આવ્યાં ક્યાંથી? આ સૌથી મોટો સવાલે આઈટી વિભાગનું મગજ ફેરવી નાખ્યું છે. આવકવેરા વિભાગ ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાં અને ડિસ્ટિલરી જૂથ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ દરોડા પાડી રહ્યું છે. આ દરોડામાં અત્યાર સુધીમાં “બિનહિસાબી રોકડ” જપ્ત કરવામાં આવી છે

આઈટી વિભાગની રેડમાં ઝડપાયું 300થી વધુ કરોડનું બેહિસાબી નાણુ

અને તેનો આંકડો 290 કરોડ રૂપિયાને પાર કરી શકે છે. કોઈ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં મળી આવેલું આ “અત્યાર સુધીનું સૌથી વધુ” કાળું નાણું છે. આ ઉપરાંત દાગીનાની 3 સૂટકેસ મળી આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે અને ઓડિશામાં જાહેર ક્ષેત્રની બેંક શાખાઓમાં સતત રોકડ જમા કરવામાં આવી રહી છે. 

સુત્રોના જણાવ્યા અનુસાર વિભાગે નોટો ગણવાના 40 જેટલા નાના-મોટા મશીનો મૂક્યા છે અને બેન્કમાંથી સ્ટાફને બોલાવીને ગણતરી કરાઈ રહી છે. 

Unaccounted money of more than 300 crores was caught in the raid of the IT department

એસબીઆઈ બલાંગીરના રિજનલ મેનેજર ભગત બેહરાએ જણાવ્યું હતું કે, “અત્યારે અમે બે દિવસની અંદર તમામ પૈસા ગણવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસા ગણી રહ્યા છે. અમને પૈસાની થેલીઓની 50 થેલીઓ મળી છે અને અમે ફક્ત 176 થેલીઓની ગણતરી પૂર્ણ કરી છે, હજુ 40 બેગની ગણતરી બાકી છે તેમાંથી ઘણી રકમ નીકળી શકે તેમ છે.

આ ઉપરાંત વિભાગે જપ્ત કરેલી રોકડને સરકારી બેન્કો સુધી પહોંચાડવા માટે વધુ વાહનોની પણ માગણી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ધીરજ પ્રસાદ સાહુ સાથે જોડાયેલા પરિસરને પણ શોધના ભાગ રૂપે આવરી લેવામાં આવ્યા હતા. સાહુ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 

આંકડો 500 કરોડ જઈ શકે 
આવકવેરા વિભાગના દરોડામાં અત્યાર સુધીમાં જે રોકડ અને દાગીના મળી આવ્યા છે અને રોકડની 136 થેલીઓની ગણતરી બાકી છે, એવું લાગી રહ્યું છે કે કેટલાક (દાગીના + રોકડ) ભેગા કરીને આ આંકડો 500 કરોડ સુધી પહોંચી શકે છે.

Unaccounted money of more than 300 crores was caught in the raid of the IT department

મોટે ભાગે 500ની ચલણી નોટો
સૂત્રોએ જણાવ્યું હતું કે એક જ જૂથ અને તેની સાથે જોડાયેલી કંપનીઓના ભાગરૂપે દેશની કોઈપણ એજન્સી દ્વારા રોકડની આ અત્યાર સુધીની સૌથી વધુ જપ્તી છે. બલાંગીર જિલ્લામાં કંપનીના પરિસરમાં રાખવામાં આવેલી લગભગ 8-10 છાજલીઓમાંથી લગભગ 230 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બાકીની રકમ તિતલાગઢ, સંબલપુર અને રાંચીના સ્થળોએથી જપ્ત કરવામાં આવી હતી.

Unaccounted money of more than 300 crores was caught in the raid of the IT department

કોંગ્રેસના નેતાઓએ કહ્યું, ભાજપના છે પૈસા
ઝારખંડ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જપ્ત કરેલા પૈસા કોંગ્રેસના નેતાઓના છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓની હોવાનું જણાવી રહ્યા છે. બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. ભાજપના સાંસદ સંજય શેઠે કહ્યું, “અત્યાર સુધીમાં 300 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે… હજુ પણ પૈસાની ગણતરી થઈ રહી છે, મશીનો તૂટી રહ્યા છે પણ પૈસા ખૂટી રહ્યા નથી. હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે, આ પૈસા ક્યાંથી આવ્યા… ત્યાં યોગ્ય તપાસ થવી જોઈએ … આ કાળું નાણું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હું પણ આ રીતે જ ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો

Vivek Radadiya

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આપી રહી છે ચુકાદો 

Vivek Radadiya

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવ્યા..

Abhayam