Abhayam News
AbhayamPolitics

સાંસદ મનસુખ વસાવાએ સંકલ્પ યાત્રામાં આદમી પાર્ટી પર કર્યા પ્રહાર 

MP Mansukh Vasava attacked Aadmi Party in Sankalp Yatra

સાંસદ મનસુખ વસાવાએ સંકલ્પ યાત્રામાં આદમી પાર્ટી પર કર્યા પ્રહાર  ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, ડેડીયાપાડાના ગંગાપુર ખાતે સંકલ્પ યાત્રામાં જાહેર કાર્યક્રમમાં મનસુખ વસાવાએ AAP પર આક્ષેપ કર્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ તેમણે કહ્યું કે, આજે પણ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. જો સાચા હોય તો હાજર થાવ. આ સાથે કહ્યું કે, આપ દ્વારા દીકરીઓનો સહારો લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, સાંસદ મનસુખ વસાવા ડરી ગયા. મનસુખ વસાવાએ કહ્યું કે, હું હિન્દુસ્તાનમાં કોઈનાથી ડરતો નથી. 

MP Mansukh Vasava attacked Aadmi Party in Sankalp Yatra

સંકલ્પ યાત્રામાં સાંસદે કર્યા આપ પર પ્રહાર 
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આપ પાર્ટી એ જૂઠા લોકોની પાર્ટી છે.  મનસુખ વસાવાએ કહ્યું કે, મર્દ હોય તો સામી છાતીએ આવો ને દીકરીઓ ને શું કામ સોશિયલ મીડિયામાં મૂકો છો. એક મહિલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે, સાંસદ ડરી ગયા, મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયા. જેના જવાબમાં મનસુખ વસાવાએ કહ્યું કે, સાંસદ મનસુખ વસાવા આખા હિન્દુસ્તાનમાં કોઈ થી ડરતો નથી અને ડરશે નહિ. 

MP Mansukh Vasava attacked Aadmi Party in Sankalp Yatra

વસાવા અટક કાઢી મોદી અટક ને લઈ શું કહ્યું ?
મનસુખ વસાવાએ કહ્યું કે, પોસ્ટમાં કહ્યું કે, મનસુખ વસાવાએ વસાવા અટક કાઢી મોદી અટક લખવી જોઈએ. જેને લઈ મનસુખ વસાવાએ કહ્યું કે, હું મૂળ આદિવાસી છુ કેમ અટક બદલું ભાઈ ? આ સાથે તેમણે કહ્યું કે, ઇસુદાન અને કેજરીવાલ મહિલાઓ પાસે પોસ્ટ મુકાવી મહિલાઓનો ઉપયોગ કરે છે. તાકાત હોયતો આવો મેદાનમાં ચૂંટણી જંગમાં બતાવી દવ. ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ કહ્યું કે, જો સાચા છે તો છુપાઈને કેમ ફરો છો ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગોધરા કાંડના 21 વર્ષ બાદ 95 સાક્ષીઓની સુરક્ષા હટી

Vivek Radadiya

ટીમ ઈન્ડિયાને 16.65 કરોડ રૂપિયાની આવક થઈ 

Vivek Radadiya

અમરેલી SP નિર્લિપ્ત રાયનો સપાટો, એક સાથે પોલીસ કર્મચારીઓની બદલી…

Abhayam