Abhayam News
Abhayam

ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા ઉપર મૂકીને હાઈવે બ્લોક કર્યો

Truck drivers blocked the highway by placing trucks on the road

ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા ઉપર મૂકીને હાઈવે બ્લોક કર્યો  મહીસાગર જીલ્લામાં બાલાસિનોર-અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા પર મુકીને રસ્તો બ્લોક કર્યો હતો. ટ્રક ડ્રાઈવરોએ ટાયર સળગાવી, રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે લાગુ કરેલો કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરોની માંગ છે. માંગણી નહી સંતોષ।ય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી હતી. 

Truck drivers blocked the highway by placing trucks on the road

ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર 
સુરતનાં હજીરા વિસ્તારનાં નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારે વાહન ચાલકોને અકસ્માતનાં કિસ્સાનાં કાયદામાં ફેરફારને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં રોષ ભભુક્યો છે. જેને લઈ ટ્રક અને ટ્રેલરનાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરી 5 કિલોમીટર સુધીનો ચક્કાજામ કર્યો હતો. ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસનો સ્ટાફ ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. 

ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા ઉપર મૂકીને હાઈવે બ્લોક કર્યો

Truck drivers blocked the highway by placing trucks on the road

ખેડાના કનેરાથી લઇને અસલાલી, નારોલ સુધી રસ્તો બ્લોક 
વડોદરાથી આણંદ, નડિયા અને ખેડા જતા રૂટ પર ટ્રકોની લાઈન લાગી હતી. કિલોમીટરો સુધી ટ્રકોની લાંબી લાઈન લાગી હતી. ખેડાનાં કનેરાથી લઈને અસલાલી, નારોલ, સુધી રસ્તો ટ્રક ચાલકોએ બ્લોક કર્યો હતો. સરકાર દ્વારા લાગુ કરાયેલ નવા કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. 

Truck drivers blocked the highway by placing trucks on the road

સરકારનો કાયદો ડ્રાઈવર વિરૂદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો
અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોઈગાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે..ત્યારે નવસારીમાં પણ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતર્યા અને ભારે વિરોધ નોંધાવ્યો. 2 હજારથી વધુ ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોઁધાવ્યો. સરકારનો કાયદો ડ્રાઈવર વિરૂદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે જ સરકાર આ કાયદો પરત નહીં લે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

Truck drivers blocked the highway by placing trucks on the road

પોલીસના બેરીકેટ ડ્રાઈવરોએ વાપરીને રસ્તા કર્યા બંધ
મહેસાણાનાં ખેરાલુની વૃંદાવન ચોકડી પર ખાનગી વાહનોનાં ડ્રાઈવરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા હતા. અંબાજી, વિસનગર અને સિદ્ધપુર ચોકડી પર ટ્રક ચાલકોએ ટ્રકો રોડ પર ઉભી કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ વચ્ચે પ્રૉપર્ટીના ભાવ 10 ટકા વધ્યા

Vivek Radadiya

ક્રેડિટ કાર્ડનું દેવુ વધી રહ્યું છે? તો અહીં જાણીલો તેનાથી બચવાના ઉપાય

Vivek Radadiya

દિવાળી પહેલા આ રાશિઓને લોટરી, પૈસા અને વૈભવમાં થશે વધારો

Vivek Radadiya