મુંબઈમાં RBI સહિત 11 બેન્કોને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
મુંબઈમાં RBI સહિત 11 બેન્કોને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી
ઈમેલમાં કરાઈ વિચિત્ર માગ
જે લોકોએ આરબીઆઈને ઉડાવી દેવાની ધમકી આપી છે તેમણે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. આ વિચિત્ર કહેવાય. કારણ કે સામાન્ય રીતે તો પૈસા માટે ધમકી અપાતી હોય છે પરંતુ આ તો જુદુ નીકળ્યું. બે હસ્તીઓના રાજીનામા લેવા માટે બોંબથી ઉડાવી મૂકવાની ધમકી આપવામાં આવી.
11 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી
આરબીઆઈની ઓફિસ ઉપરાંત એચડીએફસી બેન્ક (એચડીએફસી) અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત 11 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ તમામ સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે