Abhayam News
AbhayamNews

નવરાત્રિને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, આયોજકોએ CCTV સાચવી રાખવા આદેશ 

Ahmedabad Police has prepared a special plan for vehicle parking on  Navratri - નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસે વાહન પાર્કિંગ માટે ખાસ પ્લાન તૈયાર  – News18 Gujarati

 નવરાત્રિના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

બે વર્ષ બાદ આ વખતે ધામધૂમ થી નવરાત્રિ યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

Don't worry if you feel hungry after spending a lot of time in Navratri,  restaurants will be open even after 12 midnight - નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા  બાદ ભૂખ લાગે તો ચિંતા નહીં,

ગામી નવરાત્રીના પર્વને લઈ સુરત શહેનરા ઈન્ચારજ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલે પત્રકાર પરિષદમાં નવરાત્રિ દરમિયાનની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 12 વાગ્યા સુધી ધ્વનિની પરવાનગી આપવામાં આવી છે.પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ દ્વારા પેટ્રોલિંગથી લઈને ચેકીંગ સહિતની તમામ વ્યવસ્થા સાથેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ દર્શાવતા બેનર મુકાશે
વાહન ચેકીંગ સઘન રહેશે.જાહેર સ્થળોએ કોઈ ઘટના ના બને તેની વ્યવસ્થા કરવામાં આવી છે.મહિલા હેલ્પલાઇન અને સ્થાનિક પોલીસની મદદ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ ઉપરાંત ફાયર સેફટી મુદ્દે પણ આયોજન પહેલા ગરબા સ્થળે ચેકીંગ કરવામાં આવશે.ફાયર સેફટી મુદ્દે તમામ કાગલો તપાસમાં આવશે.ટ્રાફિકને લઈ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવશે.ટ્રાફિકના નવા નિયમોનું ભરપૂર પ્રચાર નવરાત્રિમાં પ્રયાસ કરવામાં આવશે.નવરાત્રિમાં ગરબાના સ્થળે નિયમોને લઈ હોર્ડિંગ લગાવવા પણ અપીલ કરવામાં આવી છે.સમગ્ર પોલીસ દળ સ્ટેન્ડ ટુ રહેશે.દરેક પોલીસ પીસીઆર વાનમાં મહિલા પોલીસ કર્મચારી હાજર રહેશે.આ સાથે ટીઆરબી ,મહિલા હોમગાર્ડ તેમજ એસઆરપી ની ટિમો પણ નવરાત્રી ના પર્વ દરમ્યાન એક્ટિવ રહેશે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ શેરી ગરબાના આયોજકોને પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ જ ઇમર્જન્સી વાહનો પસાર થઈ શકે તે પ્રકારે રસ્તા ખુલ્લા રાખવાની અપીલ કરવામાં આવી છે. તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી GMDC ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગરબામાં માં અંબાના દર્શન કરવા આવનારા હોવાથી ત્યાં પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Related posts

જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

Vivek Radadiya

3 વર્ષ ની નાનકળી બાળકી ને ન્યાય મળે એ માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર ને આપ્યું આવેદન .

Deep Ranpariya

તક્ષશિલા અગ્નિકાંડ:તક્ષશિલા કેસમાં બિલ્ડર હરસુખ વેકરીયાને રૃા.૩૫ લાખ જમા કરાવવાની શરતે મહિનામાં જામીન..

Abhayam