સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ કેટલાંક વર્ષો પહેલાં સુધી જેને આપણે ફેંકી દેતાં હતાં, તે આજે સ્વાસ્થ્યનો ખજાનો બની ગયા છે. પંપકીન સીડ્સ ખૂબ જ અસરકારક સુપરફૂડ છે, જેમાં દરેક પ્રકારના હેલ્ધી પોષક તત્વો રહેલા છે. તેનાથી ઓવરઓલ હેલ્થ તંદુરસ્ત રહે છે
કેટલાંક દશક પહેલા સુધી જે વસ્તુને આપણે ફેંકી દેતાં હતાં આજકાલ તે સુપરફૂડ બની ગઇ છે. એક રીતે તે સ્વાસ્થ્યનું પાવરહાઉસ બની ગયા છે. તેનું કારણ છે વિજ્ઞાન. વિજ્ઞાનમાં જ્યારે આ વસ્તુઓને લઇને રિસર્ચ થઇ ત્યારે જાણવા મળ્યું કે, આ ફેંકી દેવામાં આવતી વસ્તુઓમાં કેટલાં પોષક તત્વો રહે છે. પંપકિન સીડ્સ આવું જ સુપરફૂડ છે. 100 ગ્રામ પંપકિન સીડ્સમાં જ એટલા પ્રકારના પોષક તત્વ છે કે, આ સ્વાસ્થ્ય માટે પાવરહાઉસ બની જાય છે.
સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ
પંપકિન સીડ્સની સૌથી મોટી ખાસિયત એ છ કે, તેમાં પ્રચૂર માત્રામાં ડાયટ્રી ફાઇબર હોય છે, જે દરેક પ્રકારની ક્રોનિક બીમારીઓ સામે લડવામાં કારગર છે. એટલે કે તે ડાયાબિટીસ, મેદસ્વીતા, હાર્ટ ડિસીસ સહિત ઘણી બીમારીઓની સારવારમાં સફળ ઔષધિ સમાન છે. શિયાળામાં પંપકિન સીડ્સનું હેલ્ધી સ્નેક્સ બનાવી શકાય છે. ડાયટ્રી ફાઇબરના કારણે તે ડાઇજેસ્ટિવ સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે.
100 ગ્રામ પંપકિન સીડ્સમાં પોષક તત્વ: ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, 100 ગ્રામ પંપકિન સીડ્સથી 559 કેલરી ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમાં 49 ગ્રામ ટોટલ ફેટ છે પરંતુ કોલેસ્ટ્રોલ જરાંય નથી. આ ઉપરાંત 11 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 18 મિલીગ્રામ સોડિયમ, 6 ગ્રામ ફાઇબર, 1 ગ્રામ સુગર, 8.5 ગ્રામ સેચુરેટડે ફેટ, 16.7 ગ્રામ મોનોસેચુરેટેડ ફેટ અને 21.5 ગ્રામ પોલીસેચુરેટેડ ફેડ છે. આ સાથે જ 100 ગ્રામ પંપકિન સીડ્સમાં 30 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. આ ઉપરાંત ઘણા પ્રકારના વિટામિન, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, ફોસ્ફરસ સહિત ઘમા પ્રકારના મિનરલ્સ હોય છે.
પંપકિન સીડ્સના ફાયદા: ઇમ્યુનિટી બૂસ્ટ: પંપકિન સીડ્સમાં રહેલા દરેક પ્રકારના પોષક તત્વોના કારણે તે ઓવરઓલ હેલ્થ માટે બેસ્ટ છે. પંપકિન સીડ્સ ઇમ્યુનિટી બૂસ્ટ કરીને મસલ્સને રિપેર કરે છે. તેમાં રહેલા અનેક પ્રકારના એન્ટીઓક્સિડેટ્સ શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ખતમ કરે છે. તેનાથી ઘણા પ્રકારની ક્રેનિક બિમારીઓનું જોખમ ઓછુ થાય છે.
હાર્ટ ડિસીઝનું જોખમ ઓછુ: પંપકિન સીડ્સમાં મોનોસેચુરેટેડ અને પોલીસેટચુરેટેડ ફેટ હોય છે, જેનાથી હાર્ટના મસલ્સ મજબૂત થાય છે અને તેમાં લવચીકતા આવ છે. આ રીતે પંપકિન સીડ્સ દરેક રીતે હાર્ટ સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે.
હાડકાને મજબૂત કરે: પંપકિન સીડ્સનું સેવન હાડકાને લોખંડ જેવા બનાવી શકે છે. હાકડાને જેટલા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે, તે બધું જ પંપકિન સીડ્સમાં હોય છે. પંપકિન સીડ્સમાં ઝિંક, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે.
બ્લડ શુગર મેન્ટેન રાખે: જો કે, પંપકિન સીડ્સ દરેક પ્રકારની ક્રોનિક બીમારીઓમાં કામ આવે છે પરંતુ તેનાથી બ્લડ શુગર સંપૂર્ણ રીતે મેન્ટેન રહે છે. પંપકિન સીડ્સમાં રહેલા ગુડ ફેટ, પ્રોટીન અને ફાઇબર શુગરને વધવાથી રોકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે