આ વખતે હરાજીમાં ટાઈ-બ્રેકરના નિયમનો પણ ઉપયોગ થશે આ વખતે મિની ઓક્શનમાં ટાઈ બ્રેકર નિયમનો પણ ઉપયોગ કરવામાં આવશે.જેમાં જો કોઈ ખેલાડી પરની બોલી સમાન હોય, તો ફ્રેન્ચાઇઝીએ ચુપચાપ ખેલાડી માટે તેની બિડ ફોર્મમાં લખવી પડશે.2012ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ નિયમ દ્વારા રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યો હતો.
દુબઈમાં યોજાનાર આઈપીએલ ઓક્શનમાં 77 સ્થાન માટે કુલ 333 ખેલાડીઓ સામેલ થશે. આ હરાજીમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી કુલ 262.95 કરોડ રુપિયા ખર્ચ કરી શકે છે. જે 77 સ્થાન છે તેમાંથી 30 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની વધુ માંગ હશે કારણ કે, વર્લ્ડકપ વિજેતા પેટ કમિન્સ, વર્લડકપની ફાઈનલનો ટ્રેવિસ હેડ, વિકેટકીપર જોસ ઈંગ્લિશ અને ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક 2 કરોડની પ્રાઈઝમાં સામેલ થઈ શકે છે.
આ વખતે હરાજીમાં ટાઈ-બ્રેકરના નિયમનો પણ ઉપયોગ થશે
જે ખેલાડીઓ પર સૌની નજર હશે તે છે ન્યુઝીલેન્ડનો રચિન રવિન્દ્ર પણ સામેલ છે.
આ વખતે બીસીસીઆઈ ટાઈ બ્રેકર નિયમ લઈને આવી છે.આ નિયમ ત્યારે લાગુ થશે જ્યારે બે કે તેથી વધુ ફ્રેન્ચાઈઝી કોઈ ચોક્કસ ખેલાડી પર સમાન રકમની બોલી કરશે અને ટીમ પાસે સ્કવોડને પૂર્ણ કરવા માટે વધુ પૈસા બાકી નથી. ત્યારે ઓક્શનર ખેલાડીને લઈને ટાઈ બોલી લગાવવાનું કહે છે.
ટાઈ બ્રેકર નિયમ શું છે
ટાઈ-બ્રેકર નિયમ ત્યારે લાગુ થશે જ્યારે એક ફ્રેન્ચાઈઝી કોઈ ખેલાડીઓ માટે છેલ્લી બોલી લગાવે છે અને બીજી ફ્રેન્ચાઈઝીઓની સાથે ટાઈ પર હોય છે. આ સિવાય સીમિત ફંડના કારણે હવે કોઈ અન્ય બોલી લગાવી શકતી નથી. આવી પરિસ્થિતિમાં છેલ્લી બોલી લગાવવા માટે ટાઈ બ્રેકરનો નિયમ લાગુ કરવામાં આવી શકે છે.
ટાઈ-બ્રેકરનો નિયમ કેવી રીતે કામ કરે છે?
ટાઈ-બ્રેકરના નિયમમાં, જે ટીમની બોલી વધારે હોય તે ટીમનો ખેલાડી બની જાય છે. જોકે, ખેલાડીને ટીમના પર્સ જેટલા જ પૈસા મળે છે અને બાકીની રકમ BCCIને જાય છે. BCCI આ માટે એક ફોર્મ ભરે છે. તેમાં ગુપ્ત બોલીનો ઉલ્લેખ છે. અહીં એ જાણવું પણ રસપ્રદ રહેશે કે જો હરાજીના દિવસે કોઈ ટીમનો સ્લોટ ન ભરાય તો તે બીજા દિવસે ન વેચાયેલા ખેલાડીઓને ખરીદવા પર વિચાર કરી શકે છે. બીસીસીઆઈએ ટાઈબ્રેક બિડની રકમ પર કોઈ મર્યાદા નક્કી કરી નથી.
શું IPLની હરાજીમાં ક્યારેય ટાઈ-બ્રેકર બિડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
2010ની IPL હરાજીમાં, કિરોન પોલાર્ડ અને શેન બોન્ડને અનુક્રમે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ટાઈ-બ્રેકર બિડ દ્વારા તેમની ટીમમાં ઉમેરવામાં આવ્યા હતા. 2012ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ નિયમ દ્વારા રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.