Abhayam News
Abhayam News

આ જગ્યાએ સુરતમાંઆટલા કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર…

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફ્લાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફ્લાય ઓવરબ્રીજના કામ માટે વધારાના 70 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને 1129 કામો માટે 63.53 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-9 રસ્તાના કામો માટે 9.16 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.

cઆમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રાજ્યના આ ચાર મહાનગરોમાં રૂ. 250 કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ:-ઈતિહાસની સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ શરુ થશે ગણતરીની મિનિટોમાં.

Abhayam

અમદાવાદ:-લો બોલો ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર ઝડપાયો….

Abhayam

જુઓ:-પીઆઇ ભરતી માટેની શારીરિક પરીક્ષા આ તારીખ થી યોજાશે ..

Abhayam

Leave a Comment