કપૂર ફેમિલી અને બચ્ચન ફેમિલીનો ઉલ્લેખ થતા જ લોકોના મનમાં આવી જાય છે કે તે ઈન્ડસ્ટ્રીના સૌથી અમીર પરિવારોમાંથી એક છે. કપૂર ફેમિલીએ ઈન્ડસ્ટ્રીને ઘણા સ્ટાર્સ આપ્યા છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને હવે કરીના, રણબીર સુધી ઈન્ડ્સ્ટીરમાં પેઢીઓથી કપૂર ફેમિલીનું રાજ છે.
બીજી બાજુ બચ્ચન પરિવાર પણ કોઈનાથી પાછળ નથી. આ પરિવારમાં પણ એકથી એક સ્ટાર છે. બધા જ કરોડોની સંપત્તિના માલિક છે. પરંતુ શું તમે બોલિવુડના સૌથી અમીર પરિવાર વિશે જાણો છો? જો તમે વિચારી રહ્યા હોવ કે આ કપૂર કે બચ્ચન પરિવાર છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો.
આ છે બોલિવુડની સૌથી અમીર ફેમિલી
બોલિવુડની સૌથી અમીર ફેમિલી બચ્ચન ફેમિલી કે કપૂર ફેમિલી નથી પરંતુ ખાન ફેમિલી છે. અમે વાત કરી રહ્યા છીએ ફેમસ લેખક સલીમ ખાનના પરિવારની. ઈન્ડસ્ટ્રીમાં સલીમ ખાને એક નાના એક્ટરની રીતે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
પરંતુ તેમણે સફળતા એક લેખકનીને મળી. હવે સલીમ ખાનની પૌત્રી અલીઝેહ પણ પોતાનું બોલિવુડ ડેબ્યૂ કરી ચુકી છે. આ પ્રકારે પરિવારની આ ત્રણેય પેઠી છે જે બોલિવુડમાં પગ આવી ચુકી છે.
બોલિવુડની આ ફેમિલી છે સૌથી અમીર
હજારો કરોડોમાં છે પ્રોપર્ટી
સલીમ ખાનની કલમથી જે પ્રકારે ઘણી હિટ સ્ટોરી લખવામાં આવી છે. તે જ રીતે તેમના મોટા દિકરા સલમાન ખાને પણ ઈન્ડસ્ટ્રીને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. મહત્વનું છે કે લેખક તરીકે કરોડોની સંપત્તિ બનાવનાર સલીમ ખાન ધન-સંપત્તિના મામલામાં કોઈનાથી પાછળ નથી.
તમને જાણીને નવાઈ લાગશે આ પરિવારની કુલ પ્રોપર્ટી કરોડોમાં નહીં પરંતુ હજારો કરોડોમાં છે. સલમાન ખાન એકલાજ સંપત્તિના મામલામાં પોતાના આખા પરિવારથી આગળ છે અને તેમના પિતા સલીમ ખાન પણ કરોડોની પ્રોપર્ટીના માલિક છે.
આટલી છે નેટવર્થ
નેટવર્થની વાત કરવામાં આવે તો ખાન પરિવારની નેટવર્થ 5,259 કરોડ છે. સલમાન ખાનની નેટવર્થની વાત કરવામાં આવે તો સુપરસ્ટારની નેટવર્થ 2000 કરોડ રૂપિયા છે. ત્યાં જ પરિવારના અન્ય સદસ્યોની વાત કરવામાં આવે તો તેમના બન્ને ભાઈ અરબાઝ ખાન અને સોહેલ ખાન તેમનાથી કરિયરની જેમ જ સંપત્તિના મામલામાં પણ ઘણા દૂર છે.
અરબાઝ ખાનની નેટવર્થ 500 કરોડ અને સોહેલ ખાનની સંપત્તિ 333 કરોડ છે. ત્યાં જ પિતા સલીમ ખાનની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. જે તેમના બાળકો અને બન્ને પત્નીઓ હેલન અને સલમા બન્નેમાં બરાબર વહેંચાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે