Abhayam News
AbhayamBusiness

આ કંપની એ 300 ટકા ડિવિડન્ડ ની જાહેરાત કરી

This company announced 300 percent dividend

આ કંપની એ 300 ટકા ડિવિડન્ડ ની જાહેરાત કરી કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગ હેઠળ 6 ડિસેમ્બરે પ્રેસ નોટ દ્વારા આ માહિતી આપી હતી. જે અનુસાર, હિન્દુસ્તાન ઝિંક તેના ઈન્વેસ્ટર્સને એક શેર દીઠ 6 રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ આપશે. આ ડિવિડન્ડ શેર દીઠ ફેસ વેલ્યુના આધારે આપવામાં આવશે અને તે મુજબ રોકાણકારોને 300 ટકા ડિવિડન્ડ મળશે.

This company announced 300 percent dividend

ઝિંક ઉત્પાદક કંપની હિન્દુસ્તાન ઝિંકે તેના શેર હોલ્ડર્સને સારા સમાચાર આપ્યા છે. હિન્દુસ્તાન ઝિંકે રોકાણકારો માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર એક્સચેન્જ ફાઈલિંગ દરમિયાન આ અંગેની જાણકારી આપી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મૂજબ હિન્દુસ્તાન ઝિંક તેના રોકાણકારોને એક શેર પર 6 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપશે.

કંપનીએ પ્રતિ શેર 6 રૂપિયાના ડિવિડન્ડની કરી જાહેરાત

This company announced 300 percent dividend

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગ હેઠળ 6 ડિસેમ્બરે પ્રેસ નોટ દ્વારા આ માહિતી આપી હતી. જે અનુસાર, હિન્દુસ્તાન ઝિંક તેના ઈન્વેસ્ટર્સને એક શેર દીઠ 6 રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ આપશે. આ ડિવિડન્ડ શેર દીઠ 2 રૂપિયાની ફેસ વેલ્યુના આધારે આપવામાં આવશે અને તે મુજબ રોકાણકારોને 300 ટકા ડિવિડન્ડ મળશે.આ કંપની એ 300 ટકા ડિવિડન્ડ ની જાહેરાત કરી

જાણો કઈ છે રેકોર્ડ ડેટ

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે, વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 14 ડિસેમ્બર, 2023 છે. 14 ડિસેમ્બર પહેલા હિન્દુસ્તાન ઝિંકના શેર ધરાવતા ઈન્વેસ્ટર્સને જ ડિવિડન્ડ મળશે. તમને જણાવી દઈએ કે ડિવિડન્ડની જાહેરાત દરમિયાન રેકોર્ડ ડેટ અને એક્સ-ડેટનું મહત્વ ઘણું વધારે હોય છે.

This company announced 300 percent dividend

શા માટે રેકોર્ડ ડેટ મહત્વપૂર્ણ

રેકોર્ડ ડેટ અને એક્સ-ડેટ કોઈપણ કોર્પોરેટ એક્શનમાં મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈન્વેસ્ટર્સના દૃષ્ટિકોણથી આ બંને તારીખ ખૂબ જ મહત્વ ધરાવે છે. કંપનીઓ માટે રેકોર્ડ ડેટ મહત્વની છે, કંપની ડિવિડન્ડનો લાભ એવા રોકાણકારોને જ આપશે જેમના પોર્ટફોલિયો અથવા ડીમેટ ખાતામાં તે દિવસ સુધી કંપનીના શેર હોય છે. તેથી કંપની અને રોકાણકારો માટે રેકોર્ડ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

This company announced 300 percent dividend

આ સમાચાર લખાય છે ત્યારે હિન્દુસ્તાન ઝિંકના શેરના ભાવ 325.85 રૂપિયા ચાલી રહ્યો છે. આજે શેર 329.45 પર ખૂલ્યો હતો અને 332 ના હાઈ લેવલ પર ગયો હતો. આજનો લો 325 રૂપિયા છે. કંપનીએ છેલ્લા 1 મહિનામાં રોકાણકારોને 10 ટકા રિટર્ન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત :: આપના કોર્પોરેટર દ્વારા ઓક્સીજન બોટલ બાબતે આઈસોલેશન સેન્ટરમાં વિરોધ…

Kuldip Sheldaiya

મોરારીબાપુએ તારાપુર નજીકના અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને આટલા રૂપિયાની કરી સહાય…

Abhayam

શ્રેષ્ઠીઓના મુદ્દે સમાજ વહેંચાયેલો હોય તેવું ચિત્ર

Vivek Radadiya