Abhayam News
AbhayamPolitics

ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા

10 BJP MPs resigned abhayam news

ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, આજે એટલે કે બુધવારે આવા 10 સાંસદોએ તેમના રાજીનામા સુપરત કર્યા છે.

10 BJP MPs resigned abhayam news

ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે તેલંગાણામાં 8 બેઠકો જીતી છે. 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી.

ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા

આ તરફ હવે ભાજપ હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણીમાં જીતેલા સાંસદોને મળ્યા અને સંસદ સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તમામ સભ્યો રાજીનામું આપવા માટે સ્પીકરને મળવા આવ્યા હતા.

10 BJP MPs resigned abhayam news

મોદી કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે
રાજીનામું આપનારાઓમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર તોમરનો સમાવેશ થાય છે. આ સાથે જ છત્તીસગઢના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ પણ રાજીનામું આપશે. આ રીતે કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે. આ સિવાય રાજસ્થાનના સાંસદ બાબા બાલકનાથ પણ રાજીનામું આપશે. રાજીનામું આપનારા સાંસદોની સંખ્યા 12 હોવાનું કહેવાય છે.

10 BJP MPs resigned abhayam news

ભાજપે કોને અને ક્યાંથી ટિકિટ આપી?
મધ્યપ્રદેશઃ નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે, રાકેશ સિંહ, રાવ ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક, ગણેશ સિંહને ટિકિટ આપવામાં આવી.
રાજસ્થાનઃ બાબા બાલકનાથ, ભગીરથ ચૌધરી, કિરોરી લાલ મીના, દિયા કુમારી, નરેન્દ્ર ખીચડ, રાજ્યવર્ધન રાઠોડ, દેવજી પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
છત્તીસગઢઃ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સાંસદ વિજય બઘેલ, ગોમતી સાઈ, રેણુકા સિંહ, અરુણ સાઓને મેદાનમાં ઉતાર્યા હતા.
તેલંગાણાઃ બંદી સંજય કુમાર, ધર્મપુરી અરવિંદ અને સોયમ બાબુને ટિકિટ આપવામાં આવી.

રાજસ્થાનમાં કોણ આપશે રાજીનામું ? 

  • રાજ્યવર્ધન રાઠોડ
  • દિયા કુમારી
  • કિરોરી લાલ મીના

મધ્યપ્રદેશમાં કોણ આપશે રાજીનામું ? 

  • નરેન્દ્ર તોમર
  • પ્રહલાદ પટેલ
  • રાકેશ સિંહ
  • રીતિ પાઠક
  • ઉદય પ્રતાપ સિંહ

છત્તીસગઢમાં કોણ આપશે રાજીનામું ? 

  • ગોમતી સાંઈ
  • અરુણ સો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

 ”રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ ન થતા લોકો દાન જમા કરાવતા નથી”

Vivek Radadiya

રાજકોટમાં સનાતન સ્વરાજ નામની સંસ્થાએ લગાવ્યા પોસ્ટર

Vivek Radadiya

આજે આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી

Vivek Radadiya