એક બાજું ભારત કોરોનાની મહામારીમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. એવામાં દુનિયાના એવા પણ કેટલાક દેશ છે જ્યાં ફરજિયાત માસ્કનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે. પણ દુનિયાના ઘણા દેશમાં કોવિડ બાદ સ્થિતિ પહેલા જેવી થતી રહે છે. જોઈએ એ દેશ વિશે..
ઈજ્રરાઈલ,ન્યુજીલેન્ડ,ભુતાન,હવાઈ ,USA,ચીન આ ૬ દેશ થયા કોરોનામુક્ત ….
ઈઝરાયલના આરોગ્ય મંત્રીએ આ વર્ષના એપ્રિલ મહિનામાં માસ્ક પહેરવાના નિયમને હટાવી દીધો છે. એ અગાઉ ફરજિયાત કરી દેવામાં આવ્યો હતો. ગત વર્ષે તા.20 ડિસેમ્બરના રોજ ઈઝરાયલમાં વેક્સીનેશનનું કામ શરૂ થઈ ચૂક્યું હતું. દુનિયાના જે દેશે સૌથી ઝડપથી વેક્સીનેશન કર્યું છે. એમાં ઈઝરાયલનું નામ લેવામાં આવે છે.
ભૂતાને માત્ર 2 જ અઠવાડિયામાં પોતાની 90 ટકા વસ્તીને વેક્સીન આપી દીધી હતી. આ દેશમાં પણ હવે માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી.
હવાઈને ટાપુઓનો દેશ કહેવામાં આવે છે. આ દેશમાં પણ હવે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની જરૂર નથી. ગવર્નર ડેવિડ ઈંગેએ કહ્યું હતું કે, એવા ઘરમાં માસ્ક પહેરવું પડશે જ્યાં કોઈ વ્યક્તિએ વેક્સીન લીધી નથી. એ વ્યક્તિએ પોતે પણ વેક્સીન નહીં લીધી હોય તો માસ્ક પહેરવું પડશે.
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને હવે ન્યુઝીલેન્ડમાં પણ કોઈ માસ્ક પહેરવાની જરૂર નથી. આ દેશ પણ માસ્ક ફ્રી થઈ ગયો છે. અહીં લોકો માત્ર પબ્લિક ટ્રાંસપોર્ટ અને ફ્લાઈટમાં જ માસ્ક પહેરે છે.
જ્યાંથી કોરોના વાયરસ ઉત્પન્ન થયો એ દેશ હવે કોવિડ ફ્રી થઈ રહ્યો છે. ચીનમાં પણ ફરજિયાત માસ્ક પહેરવાના નિયમને દૂર કરી દેવાયો છે. ચીન દાવો કરે છે કે, અહીં તમામ વ્યક્તિઓને વેક્સીન આપી દેવામાં આવી છે. અહીંયા હવે પબ્લિક ટ્રાંસપોર્ટ, હોસ્પિટલ અને હેલ્થ સેક્ટરમાં જ માસ્ક અનિવાર્ય છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને જણાવ્યું કે,અમેરિકામાં હવે એવા લોકોએ ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની જરૂર નથી અને છ ફૂટનું અંતર રાખવાની પણ જરૂર નથી જેણે વેક્સીનના બંન્ને ડોઝ લઈ લીધા છે. જોકે, એ લોકોએ માસ્ક પહેરવું પડશે જે હેલ્થ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. વેક્સીન લઈ ચૂકેલા લોકોએ પબ્લિક ટ્રાંસપોર્ટ અને ફ્લાઈટમાં માસ્ક પહેરવું પડશે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..