નિફ્ટી 50ના મિડકેપ સેગમેન્ટમાં એવા શેર્સ
નિફ્ટી 50ના મિડકેપ સેગમેન્ટમાં શેર્સ શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ફરી મંદીનો ખેલ હાવી થઈ ગયો છે. આ સપ્તાહની શરુઆતના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવાર 23 ઓક્ટોબરના દિવસે બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 825 અંક તૂટીને બંધ થયો હતો જે પાછલા કેટલાક દિવસોનો મોટો કડાકો છે. તેવામાં ઘણાં રોકાણકારો માટે છેલ્લા 3-4 મહિનાની તેજીમાં કમાયેલા રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
ઉચ્ચ મંદીની શક્યતાવાળા શેર્સને
બજારની નભળી શરુઆત વચ્ચે સેન્સેક્સ 65 હજારના સ્તરથી ઘટી ગયો છે અને નિફ્ટી 50 પણ 260.90 અંક તૂટીને 19300ના સપોર્ટ લેવલથી નીચે આવી ગઈ છે. જો આ મંદી અને ઘટાડાની ઝપટમાં આવવાથી બચવું હોય તો તમારા પણ એવા શેર્સ પર દાવ લગાવવાથી બચવું જોઈએ જેમાં ઘટાડાનું અનુમાન છે. ટ્રેંડલાઈન સ્ક્રિનરે નિપ્ટી મિડકેપ પેકમાં ઉચ્ચ મંદીની શક્યતાવાળા શેર્સને શોર્ટ લિસ્ટ કર્યા છે જેમાં વહેલી તકે પોઝિશન સ્ક્વેર અપ કરી લેવી જ હિતાવહ છે.નિફ્ટી 50ના મિડકેપ સેગમેન્ટમાં શેર્સ
LUPIN
LUPIN: એક વર્ષનો ટાર્ગેટ હાલના સ્તરથી 16 ટકાના ઘટાડાને સૂચવે છે. સોમવારે પણ લુપિનના શેરમાં 1.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1166.55 રુપિયા પર બંધ થયો હતો. આ શેરનો 52 સપ્તાહનો લો 628.10 રુપિયા અને હાઈ રુ. 1215.20 છે.
L & T Terchnology services
એક વર્ષના ટાર્ગેટ ભાવથી 5% ઘટાડો સૂચવે છે. LNT ટેક્નોલોજીનો શેર ગઈ કાલે 2.17 ટકાના ઘટાડા સાથે રૂ. 4217.15 પર બંધ થયો હતો. 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 4859.75 અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 3218 છે.
Ramco cement
એક વર્ષનો ટાર્ગેટ ભાવ વર્તમાન સ્તરોથી 9% ની ડાઉનસાઇડ સૂચવે છે. રામકો સિમેન્ટ્સ 1.99 ટકા ઘટીને રૂ. 974.50 બંધ રહ્યો હતો. જેની વાર્ષિક ઊંચી કિંમત રૂ. 1015.60 અને વાર્ષિક નીચી રૂ. 634.55 છે.
BHEL
એક વર્ષનો ટાર્ગેટ વર્તમાન સ્તરોથી 28% ની ડાઉનસાઇડ સૂચવે છે. ગઈ કાલે ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સનો શેર 6.23 ટકા ઘટ્યો હતો. જેનો વાર્ષિક નીચો 64.30 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે