Abhayam News
AbhayamGujaratSurat

સુરતના 111 કલાકની ઉંમરના બાળકના અંગોનું કરાયું દાન, દેશનો પહેલો અને વિશ્વનો બીજો કિસ્સો

સુરતમાં પાંચ જ દિવસના બાળકના કિડની, બરોળ, આંખ, લીવરનું દાન કરાયું. બાળકોના અંગદાનમાં ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું આ બાળક બન્યું છે. વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે

સુરત: અંગદાન ક્ષેત્રે સુરતમાં અગ્રેસર

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને માત્ર પાંચ જ દિવસના બાળકના અંગદાન માટે પરિવારને સમજાવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે. બાળકોના અંગદાનમાં સંભવત: ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે. વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે

અંગદાન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર

જેમાં થયેલા અંગદાન પવિત્ર નવરાત્રી દરમ્યાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે. જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય શક્તિસ્વરૂપા એવા દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે. હાલ સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ ડૉ. સંજય પીપળવા કલરવ હોસ્પિટલમાં થયો હતો.

જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડો. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કર્યું હતું. અહીં બાળકને વેન્ટીલેટર ઉપર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. વિશેષ સારવાર માટે ડો.હિમાંશુ પાનસુરીયા (ન્યુરો), ડો. રીતેશ શાહ (ન્યુરો), ડો. અતુલ શેલડીયા(પીડીયાટ્રીશ્યન) દ્વારા બાળકની તપાસ કરતા બાળકને બ્રેંનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવાર ભારે હ્યદયથી ઈશ્વર ઈચ્છા સ્વિકારીને એ સમયે પારિવારિક મિત્ર હિતેષભાઈ કરકર દ્વારા ડૉ.નિલેશ કાછડીયાનો સંપર્ક થકી બાળકના અંગદાનની માહિતી મળી હતી અને તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. પછી તો ઈશ્વરનો સંકેત સમજીને જીવનદીપ ઓર્ગન ડોનેશનના પી.એમ.ગોંડલિયા અને વિપુલભાઈ તળાવીયા અને અન્ય સભ્યોના સહકાર અને સમજણ થકી બાળકના પિતા હર્ષભાઈ, માતા ચેતનાબેન, કાકા વ્રજભાઈ, દાદા અતુલભાઈ, દાદી રશ્મીબેન સૌએ સામુહીક નિર્ણય લઈને માત્ર પાંચ જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને પવિત્ર નવરાત્રીમાં પુણ્યનું આ કામ કર્યું 

જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે સંઘાણી પરિવાર અને ડૉક્ટરોની મદદથી આ ખૂબ મોટું કામ થયું છે, સરકારી વિભાગ પણ આ ઉમદા કાર્યમાં સતત મદદરૂપ થયું છે. બાળકોનાં અંગોનું પણ દાન થઈ શકે એવો દાખલો સંઘાણી પરિવારે સમાજને આપ્યો છે. અંગદાન ક્ષેત્રે સતત સાતત્ય પૂર્ણ પ્રયત્ન અને પ્રવૃતિને કારણે આવેલી જાગૃતિના કારણે જ માત્ર પાંચ દિવસના બાળકના અંગોનું દાન થઈ શક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

માલદીવને મોટો ફટકો! PM મોદીના અપમાન પર ભારતીયો થયા લાલધૂમ

Vivek Radadiya

ગુજરાતની આટલી સરકારી શાળા મોડેલ સ્કૂલ બનશે:AAP ઇફેક્ટ..

Abhayam

તુલસી વિવાહ પર કરો ખાસ ઉપાય 

Vivek Radadiya