હેલ્ધી રહેવું હોય તો અપનાવો જુની આ આદતો જો તમારે હંમેશા ફિટ અને હેલ્ધી રહેવું છે તો જુની રીતે જીવતા શિખો. તેમાં જુના જમાનાની એક્સરસાઈઝ, જુના જમાનાનું ભોજન અને જુના જમાના પ્રમાણે ચૌપાલ કે દરવાજા પર એક બીજાની સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત અને હંસવું. આ બધી જુની આદતોથી વર્તમાનમાં તો ફિટ રહેશો જ, વૃદ્ધા વસ્તામાં પણ ફિટ અને હેલ્ધી રહેશો.હેલ્ધી રહેવું હોય તો અપનાવો જુની આ આદતો
વૃદ્ધાવસ્તામાં ફિઝિકલ એક્ટિવિટી પડકાર
એક રિપોર્ટ અનુસાર આવનાર સમયમાં મોટાભાગે લોકોની આયુ વધારે ઉંમર સુધી જશે. એવામાં જો કોઈ હેલ્ધી નહીં રહે તો જીવવામાં મુશ્કેલી થશે. એક રિસર્ચ અનુસાર 75થી 85 વર્ષની ઉંમરમાં અડધા લોકો શારીરિક રૂતે ખૂબ જ ગતિહીન થઈ જાય છે.
રિપોર્ટ અનુસાર પહેલાના જમાનામાં જે સિમ્પલ એક્સરસાઈઝ થતી હતી તે એક્સરસાઈઝ આજે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે તમે વોક કરી શકો છો. સાયકલ ચલાવી શકો છો અને સ્વિમિંગ કરી શકો છો.
મગજની કસરત માટે આ વસ્તુ ખૂબ જરૂરી
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે હેલ્ધી રહેવા માટે શારીરિક અને માનસિક રૂતે પણ સ્વસ્થ્ય રહેવું જરૂરી છે. માટે માનસિક રીતે એક્સરસાઈઝ કરવી જરૂરી છે. પહેલાન જમાનામાં લોકો ચોપાલો પર કે પછી એક સાથે બેસીને ખૂબ વાતો કરતા હતા. આજે પણ માનસિક ખુશી માટે આ રીત સૌથી બેસ્ટ છે.
મનપસંદ ભોજન
હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયેટ પહેલી શરત છે. તેના માટે પણ જુની રીત તમારા માટે જરૂરી છે. હેલ્ધી ફૂડ ત્યારે જ રહે છે જ્યારે તે ફૂડ જે સ્થિતિમાં છે તેને મૂળ રીતે રાંધીને ખાવામાં આવે. તેને જેટલું બનાવવાનો પ્રયત્ન કરશો તેટલું જ ખરાબ થશે. માટે રોજ લીલાશાકભાજી, તાજા ફળો અને આખા અનાજનું સેવન જરૂર કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…